મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad: વેજલપુરમાં ગણેશ ઉત્સવ, કૈલાશ પર્વત અને જ્યોતિર્લિંગની ભવ્ય થીમ

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં શાંતિનાથ કા રાજા બેનર હેઠળ ગણેશ યુવક મંડળ દ્વારા ગણેશ ઉ

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં શાંતિનાથ કા રાજા બેનર હેઠળ ગણેશ યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે કૈલાશ પર્વત અને દ્વાદશ જ્યોતિર્લિંગની થીમ પર ઉત્સવનું સ્વરૂપ આપવામાં આવ્યું છે, જેમાં ગણપતિજી કૈલાશ પર બિરાજમાનના દ્રશ્ય સાથે બાર જ્યોતિર્લિંગનું મહત્ત્વ પણ રજૂ કરાયું છે. આ દ્વારા ભક્તો ગણેશજીના દર્શન સાથે જ્યોતિર્લિંગના દર્શન પણ કરી શકે છે. છેલ્લા 20 વર્ષથી મંડળ વિવિધ થીમ સાથે ઉત્સવનું આયોજન કરીને ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ જાળવી રાખે છે. 

આ સમાચાર શેર કરો