VIDEO : ગોંડલમાં સહકારી મંડળીની ભવ્ય બેઠક, મોટી સંખ્યામાં ખેડૂત સભાસદો જોડાયા
રાજકોટના ગોંડલ ખાતે આવેલી પટેલ વાડીમાં વિઠ્ઠલભાઈ રાદડિયા

રાજકોટના ગોંડલ ખાતે આવેલી પટેલ વાડીમાં વિઠ્ઠલભાઈ રાદડિયા જૂથ સેવા સહકારી મંડળી લિમિટેડની 54મી વાર્ષિક સામાન્ય સભા ઉત્સાહભેર યોજાઈ ગઈ. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અલ્પેશ કથીરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સભા દરમિયાન મંડળીએ વર્ષ દરમિયાન 50 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો હોવાની ગૌરવપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. આ તકે સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાના સહકારી ક્ષેત્રના અમૂલ્ય યોગદાનને યાદ કરી ખેડૂતોની આર્થિક પ્રગતિ અને સહકારી માળખાને વધુ મજબૂત કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ સભામાં સહકારી સંસ્થાના પ્રતિનિધિઓ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ખેડૂત સભાસદો હાજર રહ્યા હતા.




