VIDEO: ગોંડલ નજીક શ્રીનાથગઢ અને મોવિયા ગામ વચ્ચે કાર અકસ્માત
ગોંડલ નજીક શ્રીનાથગઢ અને મોવિયા ગામ વચ્ચે કાર લીમડાના ઝાડ સાથે અથડતા એક યુવતીની મોત થયું જ્ય

ગોંડલ નજીક શ્રીનાથગઢ અને મોવિયા ગામ વચ્ચે કાર લીમડાના ઝાડ સાથે અથડતા એક યુવતીની મોત થયું જ્યારે કુલ ચાર વ્યક્તિઓ ઘાયલ થયા...આ અકસ્માતમાં પુજા રાજગોર નામની યુવતિનું મોત થયું છે..જે ગોંડલના સૌથી ચર્ચિત અમિત ખૂંટ કેસ આપઘાત કેસમાં સહઆરોપી હતી..અકસ્માતમાં અન્ય એક યુવતી અને બે યુવક સહિત કુલ 4 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા.. પ્રાથમિક માહિતી અનુસાર તમામ ઇજાગ્રસ્તો રાજકોટ શહેરના માધાપર ચોકડી આસપાસના વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે..પોલીસે પુજા રાજગોરનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે કસેડી અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટેની કાર્યવાહી શરૂ કરી છે..




