VIDEO:ગોંડલમાં હૃદયદ્રાવક દુર્ઘટના! તળાવમાં ડૂબતા 3 માસૂમના મોત
ગોંડલના શેમળા ગામે તળાવ કાંઠે રમતા રમતા ચાર માસૂમ બાળકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાની અત્યંત

ગોંડલના શેમળા ગામે તળાવ કાંઠે રમતા રમતા ચાર માસૂમ બાળકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાની અત્યંત હૃદયદ્રાવક ઘટના બની છે.જેમાં મૂળ મધ્યપ્રદેશના શ્રમિક પરિવારના ૩ બાળકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. મૃતકોમાં 6 વર્ષીય અર્જુન, 6 વર્ષીય લખન અને 3 વર્ષીય લક્ષ્મી નામના મામા ફોઈના ભાઈબહેનોનો સમાવેશ થાય છે.જ્યારે સાહિલ નામના એક બાળકની હાલત ગંભીર હોવાથી તેને રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ગામના સરપંચ દ્વારા બાળકોને તાત્કાલિક બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.પરંતુ ત્રણ બાળકોના જીવ બચાવી શકાયા નહોતા. રોજીરોટી કમાવવા આવેલા ગરીબ પરિવારના ત્રણ બાળકોની એકસાથે ચિરવિદાયથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ




