VIDEO: ગોંડલ તાલુકાના ધૂડસીયા ગામે ખેડૂતના આપઘાત મામલે કાર્યવાહી, ચારેય નરાધમોની ધરપકડ
રાજકોટના ગોંડલ તાલુકાના ધૂડસીયા ગામે ખેડૂત

રાજકોટના ગોંડલ તાલુકાના ધૂડસીયા ગામે ખેડૂત મહેન્દ્ર ભુવાના આપઘાત મામલે સુલતાનપુર પોલીસે મોટી કાર્યવાહી કરી છે. મૃતક મહેન્દ્ર ભુવાએ પોતાના ખેતરમાં ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું, પરંતુ આપઘાત પહેલાં તેમણે એક વીડિયો વાયરલ કરીને પોતાની આપવીતી જણાવી હતી.
વીડિયોમાં ખુલાસો થયો છે કે તેમના કૌટુંબિક અને શેઢા પાડોશી એવા ચાર શખ્સોએ ખેતરમાંથી પાણીનો નિકાલ બંધ કરી દીધો હતો. જ્યારે મહેન્દ્રભાઈ આ બાબતે સમજાવવા ગયા, ત્યારે આ ચારેય આરોપીઓએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી માનસિક ત્રાસ ગુજાર્યો હતો. છેલ્લા ઘણા વર્ષોથી આ સતત ધમકીઓ અને ત્રાસથી કંટાળીને અંતે ખેડૂતે આત્મહત્યાનું આકરું પગલું ભર્યું હતું. આ મામલે સુલતાનપુર પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે ચારેય નરાધમો વિરૂદ્ધ ગુનો નોંધી, તેમની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



