મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગોંડલ પંથકમાં કૌટુંબિક ઝઘડામાં વેવાઈએ ફિલ્મી ઢબે પીછો કરીને પથ્થરમારો કરતાં 13 વર્ષના નિર્દોષ બાળકનું મોત

ગોંડલ પંથકમાં કૌટુંબિક વિવાદે હૃદયદ્રા

ગોંડલ પંથકમાં કૌટુંબિક વિવાદે હૃદયદ્રાવક રૂપ લીધું છે. ભાઈના લગ્નજીવનના ઝઘડામાં વેવાઈએ ફિલ્મી ઢબે પીછો કરીને પથ્થરમારો કરતાં 13 વર્ષના નિર્દોષ બાળકનું મોત નીપજ્યું છે.ઘટના 8 જૂન 2026ના રોજ કેશવાળા-વાસાવડ રોડ પર બની. મોટા દડવા ગામના ભના સોલંકીના પુત્ર નરેન્દ્ર બાઈક પાછળ બેઠો હતો. વેવાઈ અરવિંદ માથાસૂરિયાએ બાઈક આડું રાખી મોટો પથ્થર ફેંક્યો. પથ્થર નિશાન ચૂકીને નરેન્દ્રના માથામાં વાગતાં તે ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો.આટકોટ પોલીસે મર્ડરનો કેસ નોંધી મુખ્ય આરોપી અરવિંદની ધરપકડ કરી છે. બાકી આરોપીઓની તલાશ ચાલુ છે. પરિવારમાં શોકની લહેર છવાઈ છે.

આ સમાચાર શેર કરો