VIDEO: સાવરકુંડલામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશીની લહેર
અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા જ

અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા જનજીવનમાં રાહતનો માહોલ જોવા મળ્યો. સાવરકુંડલા શહેરના ધોધમાર વરસાદ થયો. જ્યારે મોટા ભમોદ્રા, ભોંકરવા, ડેડકડી, લીખાળા, નાની વડાળ અને વીજપડી સહિતના ગામોમાં પણ સારો વરસાદ નોંધાયો. વીજપડી ગામમાં સવારથી વાદળછાયું વાતાવરણ બાદ બપોરે અચાનક ધોધમાર વરસાદ શરૂ થતાં બજારોમાં પાણી વહેતા જોવા મળ્યા. લાંબા સમયથી અસહ્ય ઉકળાટનો સામનો કરી રહેલા લોકોને ઠંડકનો અનુભવ થયો. ચોમાસાના પ્રથમ સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ છે અને ખેતીની કામગીરીને પણ વેગ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.




