VIDEO : અમરેલીના સાવરકુંડલામાં વરસાદનું ધમાકેદાર આગમન, લોકોને ગરમીથી મળી રાહત
અમરેલી જિલ્લામાં વહેલી સવારથી જ અદભુત વરસાદી માહોલ છવાયો છે. રાજુલા, જાફરાબાદ અને ધા

અમરેલી જિલ્લામાં વહેલી સવારથી જ અદભુત વરસાદી માહોલ છવાયો છે. રાજુલા, જાફરાબાદ અને ધારી પંથક બાદ હવે સાવરકુંડલા શહેરમાં પણ મેઘરાજાનું આગમન થયું છે. શહેરમાં સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ શરૂ થયો છે. છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને અકળાવનારા ઉકળાટ બાદ વરસાદ શરૂ થતાં સ્થાનિક રહીશોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે અને સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. ચોમાસાની આ જમાવટ અને વરસાદના આગમનથી ખેતીના પાકને મોટો ફાયદો થવાની આશાએ ધરતીપુત્રોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વિરામ બાદ શરૂ થયેલી આ મેઘમહેરને કારણે લોકોમાં પણ ભારે ઉત્સાહ છે.




