VIDEO : અમરેલીના સાવરકુંડલા ગ્રામ્ય પંથકમાં મેઘમહેર
અમરેલી જિલ્લાના સાવરકુંડલા ગ્રામ્ય પંથકમાં મેઘરાજા મહેરબાન બન્યા છે. સાવરકુંડલાના વીજપડી, ખડસલી અને છાપરી સહ

અમરેલી જિલ્લાના સાવરકુંડલા ગ્રામ્ય પંથકમાં મેઘરાજા મહેરબાન બન્યા છે. સાવરકુંડલાના વીજપડી, ખડસલી અને છાપરી સહિતના ગામોમાં વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને વીજપડી ગામમાં ધોધમાર વરસાદ વરસતા રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. અમરેલી જિલ્લામાં સતત પાંચમા દિવસે વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. મધ્યમ ગતિએ વરસેલા વરસાદથી ખેતી માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે અને વાવણીની કામગીરીને પણ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના આગમનથી ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે.




