મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

GPSC દ્વારા વર્ષ 2025માં થનારી ભરતી અંગે મોટા સમાચાર

સરકારી નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારો માટે મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત જાહેર સેવ

GPSC દ્વારા વર્ષ 2025માં થનારી ભરતી અંગે મોટા સમાચાર

સરકારી નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારો માટે મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ-GPSC દ્વારા વર્ષ 2025નું ભરતી કેલેન્ડર જાન્યુઆરી મહિનામાં જાહેર કરવામાં આવી શકે છે. આ  માહિતી GPSCના ચેરમેન હસમુખ પટેલે આપી છે.

GPSCના ચેરમેન હસમુખ પટેલે 'X' પર પોસ્ટ કરી છે, જેમાં લખ્યું છે, “GPSC વિભાગો સાથે પરામર્શ કરી રહી છે તે પૂર્ણ થતા જાન્યુઆરી માસના અંત સુધીમાં આવતા વર્ષનું ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવશે.”

હસમુખ પટેલે અન્ય એક પોસ્ટમાં લખ્યું, “'GPSCની પરીક્ષાઓમાં પારદર્શક પાણીની બાટલી ઉમેદવાર પરીક્ષા ખંડમાં લઈ જઈ શકશે. તેના પર કોઈ લેબલ કે લખાણ ના હોવું જોઈએ જેથી તેનો ઉપયોગ કોઈ માહિતી લખવા માટે ન કરી શકાય.”

GPSC દ્વારા આ અંગેની માહિતી આયોગની વેબસાઈટ  https://gpsc.gujarat.gov.in/ પર અથવા સત્તાવાર ટ્વિટર હેન્ડલ GPSC OFFICIAL પર મળતી રહેશે.

આ સમાચાર શેર કરો