સરકાર ગોથે ચડી, હવે ત્રણ દિવસમાં ખેતીની નુકસાનીનો સર્વે કરવા CMની સૂચના
ગુજરાતમાં એક અઠવાડિયાથી કમોસમી વરસાદે રીતસરનું તાંડવ સર્યું છે. ખાસ

સરકાર ગોથે ચઢી
કમોસમી વરસાદના લીધે રાજ્યમાં દસ લાખ હેક્ટરથી વધુ ખેતીના પાકમાં ભારે નુકસાની પહોંચી છે. ત્યારે ઝડપથી પગલાં લેવાના બદલે રાજ્ય સરકાર ગોથે ચડી હોય તેમ દરરોજ નવા નવા આદેશો સામે આવી રહ્યા છે. ત્રણ દિવસ પહેલાં યોજાયેલી બેઠક બાદ કૃષિમંત્રીએ સાત દિવસમાં ખેતીના પાકનો નુકસાનીનો સરવે કરવાની જાહેરાત કરી હતી. જેના બીજા દિવસે જ કૃષિ મંત્રાલયે બહાર પાડેલા પરિપત્રમાં 20 દિવસમાં પાક નુકસાનીનો સરવે કરવાની સૂચના આપવામાં આવી હતી.
હવે જિલ્લા કલેક્ટર અને ડીડીઓને ત્રણ દિવસમાં જ અસરગ્રસ્ત વિસ્તારોમાં પંચકામ કરીને સમીક્ષા સાથેનો અહેવાલ સરકારને મોકલી આપવાની સૂચના આપી હતી. તેમજ આ કામગીરીને પ્રાથમિકતા આપવાની પણ તાકીદ કરી હતી. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીએ પણ જે તે વિસ્તારમાંથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઈને ખેતીના પાકોમાં થયેલી નુકસાની અંગેની વિગતો પૂરી પાડી હતી.





