મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

હાફેશ્વરમાં નર્મદાના કાંઠે વસતા આદીવાસીઓની હાલાકી હળવી કરવા નદીમાં સરકારી બોટ સુવિધા શરૂ માગ

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હાફેશ્વર ખાતે નર્મદા નદીનો કિનારો લાગે છે. તેમજ રોડની નજી

હાફેશ્વરમાં નર્મદાના કાંઠે વસતા આદીવાસીઓની હાલાકી હળવી કરવા નદીમાં સરકારી બોટ સુવિધા શરૂ માગ

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હાફેશ્વર ખાતે નર્મદા નદીનો કિનારો લાગે છે. તેમજ રોડની નજીકમાં બોટ ઉભી રહે તેવી વ્યવસ્થાઓ છે. નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં હાફેશ્વરની નજીક 20 કિલોમીટર નદીના પટ્ટના બંન્ને છેડે એક તરફ મધ્યપ્રદેશના ગામો અને બીજી તરફ મહારાષ્ટ્રના ગામો આવેલા છે. ત્યાં પણ આદિવાસી વસ્તી છે અને આ ગામોને નજીકમાં કોઈ શહેર કે તાલુકા મથકનું ગામ લાગતું નથી. જીવન જરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરવા માટે મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના નર્મદા કિનારાના કાંઠાના લોકોને કવાંટ અથવા તો પાનવડ ખાતે નજીકમાં દવાખાનામાં તેમજ ખરીદી માટે નજીક પડે છે.

રોજગારી વધશે

આ આદિવાસી સમાજ ના લોકો બોટ માં ભાડું ખર્ચી ને હાફેશ્વર ઉતરે છે ત્યાં થી ખાનગી વાહન માં બેસી લોકો ખરીદી કરવા માટે જાય છે જયારે સરકાર હાફેશ્વર ગામને બોટ ની સુવિધા ઓ શરૂ કરે તો પ્રવાસનને પણ વેગ મળશે. જયારે ગુજરાતની બોટો મહારાષ્ટ્ર સુધી જશે, તો આદિવાસી સમાજના લોકોને રોજગારી મળશે. જયારે ખેત પેદાશો વેચવા આવતા ખેડૂતો માટે હાફેશ્વર ખાતે સરકાર દ્વારા એક ખરીદનું સેન્ટર અને એક સરકારી મોલ બનાવે તો સરકાર ને પણ ફાયદો થશે.

બોટ બચાવશે ખર્ચ

લોકોનો ખર્ચ પણ બચશે. સરકારે આના તરફ ધ્યાન આપવું જોઈએ. તો ત્રણ રાજ્યની બોર્ડરની નજીક આવેલું અને ગુજરાતનું છેવાડાના ગામને વિકાસનો વેગ મળશે. જયારે બોટ શરુ સેવા શરુ કરવામાં આવે તો વન્ય પેદાશો ઝડપથી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી ખેડૂતો લઈને આવશે. જેનાથી ભાડામાં પણ બચત થશે અને આવવા જવાનો સમય પણ બચશે. 

આ સમાચાર શેર કરો