મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: જેલમાંથી બહાર આવતા જ લુખ્ખાઓએ ફરિયાદી પર કર્યો જીવલેણ હુમલો, કુખ્યાત મસ્તાની ગેંગના ત્રાસથી સ્થાનિકો ભયભીત

અમદાવાદમાં વ્યાજખોરો ફરી બેફામ બન્યા છે. આ અસામાજિક તત્વો જાણે પોલીસને ખુલ્લો પડ

Ahmedabad news: જેલમાંથી બહાર આવતા જ લુખ્ખાઓએ ફરિયાદી પર કર્યો જીવલેણ હુમલો, કુખ્યાત મસ્તાની ગેંગના ત્રાસથી સ્થાનિકો ભયભીત

અમદાવાદમાં વ્યાજખોરો ફરી બેફામ બન્યા છે. આ અસામાજિક તત્વો જાણે પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે જેલમાંથી છુટતા જ લુખ્ખા તત્વોએ ફરિયાદી પર જીવલેણ હુમલો કરતા ચકચાર મચી છે. 

જેલમાંથી બહાર નીકળતાની સાથે જ લુખ્ખાઓએ આતંક મચાવ્યો

મળતી માહિતી મુજબ વ્યાજખોરના ત્રાસથી કંટાળીને ફરિયાદી મનીષ રાઠોડે જે તે વખતે આરોપીઓ સામે ફરિયાદ કરતા તેઓને જેલભેગા કરાયા હતા. જે બાદ લુખ્ખાઓએ જેલમાંથી બહાર નીકળતાની સાથે જ આતંક મચાવ્યો છે. કુખ્યાત મસ્તાની ગેંગના ગુંડાઓએ મનીષ રાઠોડ પર તલવાર વડે હુમલો કર્યો હતો. ભાવેશ દેસાઈ અને દેવરામ સહિતના લુખ્ખાઓએ તેઓને માર માર્યો હતો. થોડા સમય પહેલા ફરિયાદી મનીષ રાઠોડે આરોપીઓ પાસેથી પૈસા લીધા હતા. 30% વ્યાજની ચૂકવણી કરવા છતાં ગુંડાઓ મનીષને પરેશાન કરતા હતા. મિત્ર માટે લીધેલા રૂપિયા પાછા આપી દેવા છતાં લુખ્ખાઓ વ્યાજ માંગતા હતા. જેથી મનીષ રાઠોડની ફરિયાદના આધારે પોલીસે 6 શખ્સો સામે કાર્યવાહી કરી હતી. જો કે જેલમાંથી છૂટતાની સાથે જ લુખ્ખાઓએ મનીષ રાઠોડ પર હુમલો કર્યો હતો. 

આ સમાચાર શેર કરો