ઉનાળું વેકેશનમાં ફરવાવાળા માટે સારા સમાચાર, પશ્ચિમ રેલવે દ્વારા 50 નવી ટ્રેન દોડાવવામાં આવશે
આ ઉનાળું વેકેશનમાં જો તમે ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. હોળીના તહેવાર અને ઉનાળાના વ

આ ઉનાળું વેકેશનમાં જો તમે ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. હોળીના તહેવાર અને ઉનાળાના વેકેશનને લઈને પશ્ચિમ રેલવે દ્વારા વધારાની ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરોની ડિમાન્ડને જોઈ પશ્ચિમ રેલવે દ્વારા વધારાની ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. રોજની ટ્રેનો તો ખરી તે ઉપરાંત વધારાની 50 હોલીડે ટ્રેનો દોડાવવામાં આવશે જેમાં સૌથી વધારે મુંબઈ સેન્ટરથી હોલીડે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે.
સુરત શહેરના ઉધના સ્ટેશનથી 96 ટ્રિપની નોટિફિકેશન થઈ ચૂકી છે. આ હોલીડે સ્પેશિયલ ટ્રેન મારફતે મુસાફરો ભારતના વિવિધ રાજ્યોમાં જઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મુસાફરોની જરુરિયાતોને ધ્યાનમાં લઈને સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર રેલ્વે દ્વારા વધારાનો સ્ટાફ જેમ કે આરપીએફ, જીઆરપીએફ, ટિકિટ ચેકર, બુકિંગ સ્ટાફ, ટિકિટ વિન્ડો તમામ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મુસાફરો સ્ટેશનની બહાર આરામથી વેઈટ કરી શકે તે માટે હોલ્ડિંગ એરિયા બનાવાયા છે. પાછલા બે ત્રણ વર્ષથી સુરત અને ઉધનાની અંદર આ હોલ્ડિંગ એરીયા બનાવવામાં આવ્યા છે. હોલ્ડિંગ એરિયાની અંદર મુસાફરોને લાઈટ, પંખા, અને પાણી મળી રહે તે પ્રકારની પશ્ચિમ રેલવે દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે.



