ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર, હવે શિયાળામાં પણ મળી શકશે આ લાભ
શિયાળો હવે ધીરે ધીરે ડગ માંડી રહ્યો છે ત્યારે ખેડૂતો શિયાળુ પાકની તૈયારી કરી રહ્યાં છે. દિવાળી પૂર્ણ થતાં જ શિયાળુ પાકની

શિયાળો હવે ધીરે ધીરે ડગ માંડી રહ્યો છે ત્યારે ખેડૂતો શિયાળુ પાકની તૈયારી કરી રહ્યાં છે. દિવાળી પૂર્ણ થતાં જ શિયાળુ પાકની વાવણી શરુ થશે, ત્યારે આ વચ્ચે ઉત્તર ગુજરાતના ખેડૂતોને માટે આનંદના અહેવાલ સામે આવ્યા છે. શિયાળામાં પણ ખેતી માટે પાણી મળશે, ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા ધરોઈ ડેમમાં પાણીનો જથ્થો વધ્યો છે.
ખેડૂતોને શિયાળામાં ખેતી માટે પાણી આપવામાં આવશે
પાણીનો જથ્થો વધતાં ધરોઈ ડેમ કમાન એરિયામાં આવતા ખેડૂતોને શિયાળામાં ખેતી માટે પાણી આપવામાં આવશે. હાલમાં ડેમ 87.74 ટકા ભરાયો છે. ડેમમાંથી 1000 ગ્રામ પરા તેમજ 8 શહેરોને પીવાનું પાણી આપવામાં આવે છે.ઉતર ગુજરાતના ખેડૂતોને શિયાળામાં પણ ખેતી માટે પાણી મળશે




