મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં વાહન ચેકિંગમાં મળ્યું 9 કરોડનું સોનું, કારમાં કાપડની આડમાં લઈ જવાતું હતું ગોલ્ડ

સુરતમા એક તરફ ઈન્ડોર સ્ટેડિયમમાં આજથી દાગીના માટેનું એક્ઝિબિશન શરૂ થયું છે. ત્યારે સુરતમાંથી બહાર સોનાનો

સુરતમાં વાહન ચેકિંગમાં મળ્યું 9 કરોડનું સોનું, કારમાં કાપડની આડમાં લઈ જવાતું હતું ગોલ્ડ

સુરતમા એક તરફ ઈન્ડોર સ્ટેડિયમમાં આજથી દાગીના માટેનું એક્ઝિબિશન શરૂ થયું છે. ત્યારે સુરતમાંથી બહાર સોનાનો જથ્થો લઈ જવામાં આવતો હતો. જેથી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન શંકાના આધારે કારમાં તપાસ કરી હતી. જેમાંથી અંદાજે 15 કિલો સોનાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે હાલ કાર અને સોનાના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ સુરતમાં  હત્યા-બળાત્કાર, ચોરી, ડ્રગ્સ સહિતના ગુનાઓમાં વધારો, કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળતાં મુખ્યમંત્રીને રાવ

9 કરોડની કિંમતનો જથ્થો

સારોલી પોલીસે કરોડોના સોના સાથે બેને ઝડપી પાડવામાં આવ્યાં છે. કરોડોનું સોનું કોનું છે. તે બાબતે યોગ્ય જવાબ અને ડોક્યુમેન્ટ ન મળતા પોલીસે સોનું કબ્જે કર્યું છે. સિમાડા ચેક પોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમ્યાન કરોડોનું સોના સાથે બે ઝડપાયા છે. 9 કરોડથી વધુનુ 15 કિલો જેટલું સોનું કબ્જે કર્યું છે.

કાપડની અંદર સોનું છુપાવાયું હતું

બંન્ને ઈસમો કારમાં કાપડની અંદર સોનું છુપાવીને લઈ જતાં હતાં. હિરેન ભટ્ટી અને મનજી ધામેલીયા નામના બંનેની પોલીસે ધરપકડ કરી છે. મહિધરપુરાથી ઉભેળ ખાતે ફેક્ટરીમાં સોનું લઈ જતા હોવાનું જણાવ્યું હતું. હાલ પોલીસે સોનુંનો મુદ્દામાલ અને બંન્ને આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો