મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગોધરા NEET કૌભાંડમાં મોટા સમાચાર, જય જલારામ સ્કૂલને પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં NTAની ભૂમિકા શંકાસ્પદ

Godhra NEET Scam : પંચમહાલ જિલ્લાના ગોધરામાં નીટની પરીક્ષામાં ચોરી કરાવવા

ગોધરા NEET કૌભાંડમાં મોટા સમાચાર, જય જલારામ સ્કૂલને પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં NTAની ભૂમિકા શંકાસ્પદ

Godhra NEET Scam : પંચમહાલ જિલ્લાના ગોધરામાં નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના ષડયંત્રના મુદ્દે નવો ખુલાસો થયો છે. ગોધરામાં આવેલી જય જલારામ સ્કૂલને પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં પરીક્ષાનું આયોજન કરનાર કેન્દ્ર સરકારની નેશનલ ટેસ્ટીંગ એજેંસી-NTAની શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે. 

નેશનલ ટેસ્ટીંગ એજેંસી-NTAએ પંચમહાલ જિલ્લામાં NEET-2024 યોજવા માટે અલગ અલગ ચાર કેમ્પસનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ગોધરાની સરકારી ઇજનેરી કોલેજ, ટુવા ખાતે આવેલ ટુવા એન્જિનિયરિંગ કોલેજ, પરવડી ખાતે આવેલ જય જલારામ સ્કૂલ અને અન્ય એક ખાનગી કોલેજમાં પણ NEET-2024 પરીક્ષાનું કેન્દ્ર ફાળવવા માટે સર્વે કરાયો હતો. 

સર્વે બાદ ખાનગી તેમજ સરકારી કોલેજના સંચાલકો દ્વારા તેમના કેમ્પસમાં  NEET-2024 પરીક્ષાનું કેન્દ્ર ફાળવવા માટે નેશનલ ટેસ્ટીંગ એજેંસી-NTAને સહમતિ આપવામાં આવી હતી. 

નેશનલ ટેસ્ટીંગ એજેંસી-NTAએ સરકારી કોલેજના કેમ્પસમાં  NEET-2024 પરીક્ષાનું કેન્દ્ર ફાળવવાને બદલે ખાનગી શાળા જય જલારામ સ્કૂલમાં પરીક્ષા કેન્દ્ર  ફાળવ્યું, જેમાં NTAની શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે. 

NTA દ્વારા સરકારી કોલેજમાં NEET-2024 પરીક્ષાનું કેન્દ્ર ફાળવવામાં આવ્યું હોત તો સમગ્ર ચોરી કરાવવાનું ષડયંત્ર રચાયું જ ન હોત.  NTA દ્વારા ખાનગી શાળામાં NEET-2024ની પરીક્ષાનું કેન્દ્ર કયા કારણોસર ફાળવવામાં આવ્યું તે દિશામાં તપાસ થવી ખૂબ જ જરૂરી છે.

જય જલારામ સ્કૂલમાં NEET પરીક્ષાના સેન્ટરની ફાળવણી શંકાસ્પદ -  જેઠા ભરવાડ

NEET પરીક્ષા ચોરી કૌભાંડમાં શહેરાના ભાજપ MLA તેમજ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે 12 મેના રોજ મોટું નિવેદન આપ્યું હતું.  જેઠા ભરવાડે  કહ્યું હતું  કે જય જલારામ સ્કૂલમાં  NEET પરીક્ષાના સેન્ટરની ફાળવણી શંકાસ્પદ લાગી રહી છે. આ સ્કૂલમાં  NEET પરીક્ષાનું  સેન્ટર ક્યાં ધારા-ધોરણ મુજબ ફાળવવામાં આવ્યું તેની તપાસ થવી જોઈએ. આ સ્કૂલમાં NEET પરીક્ષાનું કેન્દ્ર ભ્રષ્ટાચાર આચરીને ફાળવવામાં આવ્યું હોય તેવી શંકા છે. 

આ ઉપરાંત તેમણે કહ્યું કે આ સ્કૂલની પ્રવૃત્તિ શંકાસ્પદ લાગી રહી છે. ચોરી કરાવવાના આ ષડયંત્રમાં સ્કૂલના સંચાલકો અને મોટા માથા સંડોવાયેલા હોવા જોઈએ. આ સ્કૂલની માન્યતા રદ્દ થવી જોઈએ તથા કૌભાંડમાં સંડોવાયેલા તમામ સામે કાર્યવાહી થવી જોઈએ. 

આ સમાચાર શેર કરો