મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગોધરા: મેશરી નદીમાં કેમિકલયુક્ત ફીણના ગોટેગોટા જોવા મળ્યા, પ્રદુષણયુક્ત નદી જોઈને લોકોમાં ભારે રોષ

પંચમહાલના ગોધરા શહેરના મધ્યમાંથી પસાર થતી મેશરી નદીમાં કેમિકલયુક્ત ફીણના ગોટેગોટા જોવા મળ્યા હતા. નદી અ

ગોધરા: મેશરી નદીમાં કેમિકલયુક્ત ફીણના ગોટેગોટા જોવા મળ્યા, પ્રદુષણયુક્ત નદી જોઈને લોકોમાં ભારે રોષ

પંચમહાલના ગોધરા શહેરના મધ્યમાંથી પસાર થતી મેશરી નદીમાં કેમિકલયુક્ત ફીણના ગોટેગોટા જોવા મળ્યા હતા. નદી અને નાળામાં કેમિકલ યુક્ત કચરો ઠાલવવામાં આવતા ફીણના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. આ નદીમાં ફીણની સમસ્યા ઘણાં વર્ષોથી છે. અનેક રજૂઆત કરવા છતાં પણ તંત્ર આ મામલે યોગ્ય પગલા નથી લઇ રહ્યું.

કેમિકલયુક્ત ફીણના ગોટેગોટા જોવા મળ્યા

મેશરી નદીમાં કેમિકલયુક્ત કચરો ઠાલવવામાં આવતા સ્થાનિક લોકોમાં રોષ પણ જોવા મળ્યો.કેમિકલ્સની કંપનીઓ તેમનો કેમિકલયુક્ત કચરો ચૂપચાપ નદીના પટમાં છોડી જતા હોવોને કારણે આ પ્રકારે ફીણના ગોટેગોટા સર્જાય છે.‌દર વર્ષે નદીમાં આ પ્રકારે કેમિકલ યુક્ત ફીણના ગોટેગોટા જોવા મળતા હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

આ સમાચાર શેર કરો