મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'પેરેન્ટ્સે મારું જીવન નર્ક બનાવ્યું, મે મારી મરજીથી લગ્ન કર્યા', ઇસ્કોન મંદિર વિવાદ પર યુવતીનો ખુલાસો 

અમદાવાદના ઇસ્કોન મંદિરના વિવાદમાં યુવતીએ વીડિયો જાહેર કરીને મોટો ખુલાસો કર્યો છે. આ વીડિયોમાં યુવતીએ પિતાના

'પેરેન્ટ્સે મારું જીવન નર્ક બનાવ્યું, મે મારી મરજીથી લગ્ન કર્યા', ઇસ્કોન મંદિર વિવાદ પર યુવતીનો ખુલાસો 

અમદાવાદના ઇસ્કોન મંદિરના વિવાદમાં યુવતીએ વીડિયો જાહેર કરીને મોટો ખુલાસો કર્યો છે. આ વીડિયોમાં યુવતીએ પિતાના આક્ષેપને નકારી કાઢ્યા છે અને કહ્યું કે કે મેં મારી મરજીથી લગ્ન કર્યા છે અને ઘણી ખુશ છું. મારા પેરેન્ટ્સ ખોટી ખોટી ફરિયાદ કરે છે. એમ કહેતાં સમગ્ર ઘટનાને એક નવો વળાંક આપી દીધો છે. આ ઉપરાંત માતા-પિતા પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે પેરેન્ટ્સે મારું જીવન નર્ક બનાવ્યું હતું પણ હવે હું ખુશ છું. 

પેરેન્ટ ખોટી ફરિયાદ લખાવી રહ્યા છે

વીડિયોમાં યુવતી કહેતી જોવા મળે છે કે મેં મારી મરજીથી લગ્ન કર્યા છે અને ખૂબ જ ખુશ છું. આ લગ્ન માટે 27 તારીખે હું મારી મરજીથી ઘરેથી નીકળી હતી. મારા માતા પિતા પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ લખાવી રહ્યા છે કે હું ઘરેથી દાગીના વગેરે લઈને ભાગી છું તે ખોટું છે. હું બાય ફ્લાઇટ આવી છું ત્યાં ચેકિંગ સમયના CCTV ફૂટેજ જોઈ શકો છો, તેમાં સ્પષ્ટ દેખાઈ જશે કે હું ઘરેથી શું-શું સામાન લઈને ભાગી છું. 

આ લગ્નથી ખુશ છું, મારી મરજી લગ્ન કર્યા છે

મે મહિનાના અંતમાં તેમણે મને ખૂબ મારી હતી અને જેથી મદદ માટે હું મારા એક મિત્રના ઘરે જતી રહી હતી અને ત્યાંથી પાછા ઘરે લઈ ગયા હતા. ઘરે પાછા ફરતાં એજ વસ્તુઓ રીપીટ થવા લાગી હતી. તે મારવાની અને બળજબરીપૂર્વક લગ્ન કરવાની ધમકી આપતા હતા. અમે માતા પિતા છીએ તો અમે ગમે તે કરી શકીએ. જેથી મને લાગ્યું કે અહીં મારા જિંદગી બરબાદ થઈ શકે છે. જેથી મારી સુરક્ષાને ધ્યાનમાં રાખી ત્યાંથી નીકળી ગઈ છું. હું આ લગ્નથી ખૂબ જ ખુશ છું કારણ કે મેં મારી મરજીથી લગ્ન કર્યા છે. 

પેરેન્ટ ગોળી મારી દેવાની ધમકી આપે છે

જો મારા માતા પિતા આવા ખોટા આરોપો લગાવી રહ્યા છે અને મને હેરાન કરે છે અને હજુ પણ ધમકી આપે છે. તમે તેમના મેસેજ અને રેકોર્ડિંગ જોશો તો તેમાં ધમકીઓ જ જોવા મળશે. તું પાછી આવી જા નહીંતર તને જીવતી સળગાવી દઈશું અથવા તો ગોળી મારી દઈશું. અમારી પહોંચ ક્યાં સુધી છે તને ખબર નથી. હજુ પણ આ વસ્તુઓ થઈ રહી છે તો પ્લીઝ મારી રિકવેસ્ટ છે કે હું તેમને મળવા કે વાત કરવા માંગતી નથી અને તેમને જોવા પણ માંગતી નથી. હું તેમનાથી દૂર રહેવા માંગુ છું અને અમે મારી જિંદગીમાં ખુશ રહેવા માંગું છું અને તે તેમની જિંદગીમાં ખુશ રહે. હું કોઈને હેરાન કરવા માંગતી નથી તો પ્લીઝ મને હેરાન ના કરશો. 

હું મારી લાઇફ જીવી રહું છું આ પહેલાં મારા માતા પિતાએ મારી જિંદગી નર્ક કરી દીધી હતી. એક માતા પિતા તરીકે કોઈ બાળકને બેલ્ટ અને વાયપર વડે મારઝૂડ કરવી, ગાળો ભાંડવી અને તેને મેન્ટલ ટોર્ચર કરવું એ સારી વાત નથી. કોઈ કાયદો કાનૂન આ બધી બાબતોની પરવાનગી આપતો નથી. 

આ પણ વાંચો: અમદાવાદ: યુવતીનું બ્રેઇનવોશ કરી ભગાડી દીધાના આક્ષેપ પર ઇસ્કોન મંદિરે આપ્યો જવાબ,જાણો શું કહ્યું

શું છે ઘટના?

અમદાવાદના એસજી હાઇવે પર આવેલા સુપ્રસિદ્ધ ઇસ્કોન મંદિરના પૂજારીઓના કથિત બ્રેઇન વોશ અને પ્રભાવમાં છેલ્લા છ મહિનાથી લાપતા બનેલી પોતાની પુત્રીની ભાળ મેળવવા એક નિવૃત્ત આર્મીમેન પિતાએ ગુજરાત હાઇકોર્ટના દ્વારા ખખડાવ્યા છે. અરજદારે તેમની પુત્રીને જાનનું જોખમ હોવાની અને તેને નિયમિત રીતે ગાંજો-ડ્રગ્સ અપાતું હોવા સહિતના ગંભીર આક્ષેપો પણ અરજીમાં કર્યા છે. હાઇકોર્ટે કેસની ગંભીરતા ઘ્યાને લઈ લાપતા યુવતીને અદાલત સમક્ષ હાજર કરવા નિર્દેશ કર્યો હતો અને કેસની વઘુ સુનાવણી તા. 9મી જાન્યુઆરીએ રાખી છે. 

આ સમાચાર શેર કરો