મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, સુરતમાં ચોથા માળે બાળકી લિફ્ટની વચ્ચે ફસાતા પાડવા લાગી ચીસો

સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. નાના બાળકોને એકલા લિફ્ટ

વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, સુરતમાં ચોથા માળે બાળકી લિફ્ટની વચ્ચે ફસાતા પાડવા લાગી ચીસો

સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. નાના બાળકોને એકલા લિફ્ટમાં મૂકતા પહેલા સાવધાન થવાની જરૂર છે. વેસુમાં એક બાળકી સ્કૂલે જવા નીકળી ત્યારે ચોથા માળે લિફ્ટની વચ્ચે ફસાઈ ગઈ હતી. જેથી માસૂમની ચીસોથી ભાગદોડ મચી ગઈ હતી. તાત્કાલિક બાળકીને બચાવવા માટે લોકોએ પ્રયત્નો શરૂ કરી દીધા હતાં.

પાવર કટ થતાં ઈજા ઓછી પહોંચી

ફાયર ઓફિસર પ્રકાશ પટેલે કહ્યું કે, ઘટનાની જાણ થતાની કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. બાળકી લિફ્ટની વચ્ચે ફસાઈ ગઈ હતી સદનસીબે લાઈટ ગઈ હોવાને કારણે લિફ્ટ નીચે કે ઉપર ગઈ ન હતી. જો પાવર કટ ન થયો હોત તો બાળકીને ગંભીર ઈજા થવાની શક્યતા હતી. ફાયરની ટીમે તાત્કાલિક અસરથી બાળકીનું રેસ્ક્યુ કરી લીધું હતું.

10 વર્ષની દીકરી ફસાઈ

વેસુના ધીરજ સન્સની સામે શ્રીજી રેસીડેન્સીમાં રહેતા સુરેશભાઈ મેહતાની 10 વર્ષીય પુત્રી ઘરેથી સ્કૂલ જવા માટે નીકળી હતી. તે સમયે ઉપરથી નીચે આવવા માટે લિફ્ટમાં બેસી હતી. ટેક્નિકલ ખામી સર્જાતા બાળકી અડધી લિફટની અંદર અને અડધી લિફ્ટની બહાર ફસાઈ ગઈ હતી. બાળકી ચીસા ચીસ પાડવા લાગી હતી. તેનો આવાજ સાંભળી માતા-પિતા લિફટ નજીક દોડી ગયા હતા. દીકરીને આ હાલતમાં જોઈને તુરંત જ ફાયર સ્ટેશને જાણ કરી દીધી હતી.

આ સમાચાર શેર કરો