મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

BHAVNAGAR : પાલીતાણાના ખાખરીયા ગામે ટ્રેક્ટર નીચે આવી જતા બાળકીનું કરૂણ મોત

Bhavnagar News : ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ખાખરીયા ગામે ટ્રેક્ટર નીચે આવી જતા 7 વર

BHAVNAGAR : પાલીતાણાના ખાખરીયા ગામે ટ્રેક્ટર નીચે આવી જતા બાળકીનું કરૂણ મોત

Bhavnagar News : ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના  ખાખરીયા ગામે ટ્રેક્ટર નીચે આવી જતા 7 વર્ષની બાળકીનું કરૂણ મોત નીપજ્યું છે. 

બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર પાલીતાણા તાલુકાના ખાખરીયા ગામે હરિભાઈ પાલડીયા નામના ખેડૂતની વાડીએ ભાગીયા તરીકે કામ કરતા ગોધરા જિલ્લાના જાંબુડી ગામના અરવિંદભાઈ નાયકની સાત વર્ષની દીકરી રમીલા અકસ્માતે ટ્રેક્ટરની નીચે આવી જતા ગંભીર હાલતે સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

સર ટી હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ બાળકીને તપાસીને મૃત જાહેર કરી હતી.  ઘટનાના પગલે હોસ્પિટલ પોલીસ ચોકી દ્વારા કેસ કાગળો તૈયાર કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો