Gir Somnathમાં દરિયાકિનારેથી ચરસનું પેકેટ મળી આવ્યું, પોલીસ તપાસ શરું

Gir Somnath News: ગુજરાત જાણે ડ્રગ્સ માફિયાઓનું હબ બની ગયું હોય તેમ સતત ઠેક ઠેકાણેથી ડ્રગ્સ ઝડપાવવાના સમાચાર સામે આવી રહ્યા છે. એવામાં ગીર સોમનાથમાંથી ફરી એક વખત ડ્રગ્સ ઝડપાયું છે. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડામાંથી ચરસ ઝડપાયું હોવાની માહિતી મળી રહી છે.
મળતા અહેવાલ પ્રમાણે, ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા GHCL કંપની પાછળ દરિયાકિનારેથી ચરસનું પેકેટ મળી આવ્યું હતું. અંદાજીત 1150 ગ્રામ વજનનું આ પેકેટ મળી આવ્યું હતું. આ પેકેટ પર અફઘાન પ્રોડકટ લખેલું જોવા મળ્યું હતું. SOG પોલીસને બાતમીના આધારે ચરસનું પેકેટ મળી આવ્યું હતું. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

