મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત મહાનગરપાલિકાના કર્મચારી મંડળને દિવાળી અગાઉ ભેટ, પડતર દરખાસ્તોને મંજૂર કરવા સધાઈ સહમતી

સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ અગાઉ વિરોધ પ્રદર્શન ક

સુરત મહાનગરપાલિકાના કર્મચારી મંડળને દિવાળી અગાઉ ભેટ, પડતર દરખાસ્તોને મંજૂર કરવા સધાઈ સહમતી

સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ અગાઉ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શાંતિથી વિરોધ કરવા જતાં યુનિયનોને પાલિકાની બિલ્ડીંગમાં જતાં અટકાવવામાં આવ્યા હતાં. જો કે, ત્યારબાદ પદાધિકારીએ તમામને સાંભળીને 55 અને 56 નંબરની દરખાસ્તના ઉકેલ માટે સહમતી સધાઈ હોવાનું પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

અધ્યક્ષે વાતને સ્વીકારી

વિરોધ કરતાં કર્મચારીઓેને ચીફ સિક્યુરિટી ઓફિસર અને સ્ટાફ દ્વારા યુનિયનના કોઈપણ આગેવાનોને મહાનગરપાલિકાના કોઈપણ દરવાજાથી સ્થાયી સમિતિ ખંડ તરફ જવા માંગતા રોક્યા હતા.જેથી યુનિયનના આગેવાનોને મહાનગરપાલિકાના મુખ્ય દ્વાર અને એનેકસી બિલ્ડીંગના દ્વાર પાસે આંદોલન કરવાની ફરજ પડી હતી.જેમાં સ્થાયી સમિતિના અધ્યક્ષની ગાડીને રોકવાની ફરજ પડી હતી.જેથી અધ્યક્ષે ગાડીમાંથી ઉતરી આગેવાનો સાથે ચર્ચા કરી,પોતાની કેબીનમાં બોલાવ્યા હતા. જ્યાં મુખ્ય આગેવાનોએ જઈને આ બંને દરખાસ્ત બાબતે ચર્ચા કરી હતી. તેમજ જરૂરી રજૂઆતો કરી હતી અને તેઓએ આ બાબતે જરૂરી સુધારા વધારા કરવા માટેની વાતને પણ સ્વીકારી હતી. 

માગણીઓ મંજૂર થતાં ખુશી વ્યક્ત કરી

મળેલી માહિતી મુજબ ક્લાર્કની લાયકાત જે હતી તે જ રાખવામાં આવી છે એટલે કે તેમાં સુધારો કરવામાં આવ્યો નથી.તેમ જ સિક્યુરિટી સુપરવાઇઝર અને અન્ય પોસ્ટમાં સુરત શહેરના સ્થાનિક રહીશોને પ્રથમ પસંદગી આપવામાં આવે તેવી પણ રજૂઆત કરતા, તેઓએ આ દરખાસ્તમાં સુધારો કરાવેલ હોવાનું જાણવા મળ્યું છે.જેથી આ સ્થાયી સમિતિના અધ્યક્ષનો મહામંડળ તરફથી આભાર વ્યક્ત કરવામાં આવે છે.

આ સમાચાર શેર કરો