મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Bharuch news: રક્ષાબંધન પર્વ નિમિત્તે બહેનોને ભેટ, સીટી બસની મુસાફરી નિઃશુલ્ક કરી શકાશે

આવતીકાલે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન છે, ત્યારે ભરૂચ નગરપાલિકાએ રક્ષાબંધન પ

Bharuch news: રક્ષાબંધન પર્વ નિમિત્તે બહેનોને ભેટ, સીટી બસની મુસાફરી નિઃશુલ્ક કરી શકાશે

આવતીકાલે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન છે, ત્યારે ભરૂચ નગરપાલિકાએ રક્ષાબંધન પર્વ નિમિત્તે બહેનો માટે રક્ષાબંધનના દિવસે સીટી બસની મુસાફરી નિઃશુલ્ક જાહેર કરી છે. 

ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પર્વ રક્ષાબંધન નિમિત્તે ભરૂચ નગરપાલિકા દ્વારા સિટી બસમાં મફત મુસાફરીની ભેટ  બહેનોને આપવામાં આવી છે. રક્ષાબંધન પર્વની બહેનો સીટી બસમાં  નિઃશુલ્ક મુસાફરી કરી ભાઈને ત્યાં જઈ ઉજવણી કરી શકે તે માટે ભેટ આપવા માટે બહેનો માટે એક દિવસ માટે બસમાં મફત મુસાફરીની જાહેરાત પાલિકા પ્રમુખ વિભૂતિ બા યાદવે કરી રક્ષાબંધન પર્વની શુભેચ્છા પણ પાઠવી હતી. 

આ સમાચાર શેર કરો