અમદાવાદ: ઘાટલોડિયા પોલીસની કામગીરી, ઉતરાયણની દોરીથી બચાવવા ટુ વ્હીલર ચાલકોને સેફ્ટી સ્પોર્ક લગાવ્યા
અમદાવાદ શહેરમાં ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ઉતરાયણને ધ્ય

અમદાવાદ શહેરમાં ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ઉતરાયણને ધ્યાનમાં રાખીને ટુ વ્હીલર વાહનોને સેફ્ટી સ્પોક લગાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ટુ વ્હીલર ચાલકોને ઉતરાયણની દોરીથી બચાવવા માટે પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી.
પોલીસની પ્રશંસનીય કામગીરી
ઉત્તરાયણ નજીક આવી રહી છે ત્યારે અમદાવાદ શહેરની ઘાટલોડિયા પોલીસ દ્વારા ભૂયંગદેવ ચાર રસ્તા ખાતે ટુ વ્હીલર ચાલકોને ધારદાર દોરીથી બચાવવા માટે પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી. 'જીવા હરી ફાઉન્ડેશન' અને ઘાટલોડિયા પોલીસના સૌજન્યથી ઘાટલોડિયાના PI જે.એસ .કંડોરિયાની હાજરીમાં રોડ ઉપર જઇ રહેલા ટુ વ્હીલર ચાલકોને રોકીને સેફ્ટી સ્પોક લગાવવામાં આવ્યા હતા. આ સાથે જ ટુ વ્હીલર ચાલકોને શાંતિથી બાઇક ચલાવવા તેમજ દોરીથી કેવી રીતે બચી શકાય તેના વિશેના ઉપાય પણ સમજાવવામાં આવ્યા હતા.






