મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરે રંગરેલિયા મનાવવા કર્યો દલાલનો સંપર્ક, થાઈ ગર્લને હોસ્ટેલ લઈ આવ્યો પછી...

સુરતની વિવાદોની વણઝાર સર્જતી મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ડોક્ટરના રંગર

સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરે રંગરેલિયા મનાવવા કર્યો દલાલનો સંપર્ક, થાઈ ગર્લને હોસ્ટેલ લઈ આવ્યો પછી...

સુરતની વિવાદોની વણઝાર સર્જતી મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ડોક્ટરના રંગરેલિયા છાપરે ચડીને બહાર આવ્યા છે. ત્યારે એક રૂમ પાર્ટનર બહાર અને બીજો ઈમરજન્સીમાં હોવાથી રેસિડન્ટ ડોક્ટરના મનમાં લાડવા ફૂટ્યા હતાં. રંગરેલિયા મનાવવા માટે તેણે ગૂગલનો સહારો લીધો અને ઓનલાઈન દલાલનો નંબર મેળવીને વાયા વાયા થાઈ ગર્લ સુધી પહોંચ્યો હતો. થાઈ ગર્લને લેવા તે કારમાં ગયો અને હોસ્ટેલ લાવ્યો હતો. જો કે, થાઈ ગર્લને કંઈક ભયજનક લાગતાં તે ભાગીને નીચે સિક્યુરિટી પાસે આવી ગઈ હતી. સમગ્ર હોબાળાના પગલે સ્મીમેરમાં કમિટીની રચના કરવામાં આવી છે. જે આજે પોતાનો રિપોર્ટ સબમિટ કરશે.

ડોક્ટર અગાઉ રેગિંગમાં સસ્પેન્ડ થયેલો 

સ્મીમેરની બોયઝ હોસ્ટેલમાં ઋત્વિક દરજીએ અનેક કાંડ કર્યા છે. થાઈ ગર્લને બોલાવનાર રેસીડન્ટ ડોક્ટર દરજીએ અગાઉ રેગિંગની ઘટનાને અંજામ આપ્યો હતો, જેમાં તે પોતે જવાબદાર ઠરતા તેને 6 મહિના માટે સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ, હજી પણ રેસિડન્ટ ડોક્ટર પોતાના કરતૂતોમાંથી કોઈ શીખ લઈ રહ્યો નથી. કોલેજના હોસ્ટેલમાં આ રીતે યુવતીને બોલાવવાની ઘટનાને લઈને ફરી એક વખત વિવાદ ઉભો કર્યો છે.

કમિટી આજે રિપોર્ટ આપશે

મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્મીમર મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં બનેલી ઘટનાને લઈને તપાસ સમિતિ બનાવવામાં આવી છે. જેમાં કુલ 5 સભ્યો છે. ડૉ. દીપક ગુપ્તા, ડૉ. વિપુલ શ્રીવાસ્તવ, ડૉ. અનુપમા દેસાઈ, ડૉ એમ.એન.હક અને આસિસ્ટન્ટ પ્રોફેસર રાણેને સભ્ય બનાવવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાને લઈને તપાસ સમિતિ દ્વારા 24 કલાકમાં રિપોર્ટ તૈયાર કરવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે. તપાસ સમિતિ દ્વારા હવે કેવી રીતે રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. રેસિડેન્ટ ડૉક્ટરે કરેલી કરતૂતોમાં કઈ-કઈ વાતો સામે આવે છે. તેના ઉપર સૌ કોઈની નજર છે.

આ સમાચાર શેર કરો