સરકારની કમાણીનું નવું સાધન GCAS, પ્રથમ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે 9.46 લાખ વિદ્યાર્થીઓએ ભર્યા 28.38 કરોડ રૂપિયા!
GCAS portal : ગુજરાત સરકારે આ વર્ષે રાજ્યની 15 સરકારી યુનિવર્સિ

GCAS portal : ગુજરાત સરકારે આ વર્ષે રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીઓમાં યુજી,પીજીથી પીએચડી કોર્સમાં ઓનલાઈન કોમન પ્રવેશ પ્રક્રિયા માટે GCAS પોર્ટલ શરૂ કર્યું હતુ અને જેમાં વિદ્યાર્થીઓનું ફરજીયાત રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું જીકાસ પોર્ટલ પરની વિગત મુજબ 9.46 લાખથી વધુ ઉમેદવારો દર્શાવાયા છે અને વિદ્યાર્થીદીઠ 300 રૂપિયા ફી લેવામાં આવી છે. આમ સરકારને રજિસ્ટ્રેશન ફીની 28 કરોડથી વધુની આવક થઈ છે.
15 સરાકરી યુનિવર્સિટીઓ, 2838 કોલેજોના 850 કોર્સીસમાં પ્રવેશ
દર વર્ષે રાજ્યની વિવિધ સરકારી યુનિવર્સિટીઓ યુજી અને પીજીના વિવિધ કોર્સ તેમજ પીએચડીમાં પોતાની રીતે ઓનલાઈન કે ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા કરતી હતી. જેમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા 125 રૂપિયા રજિસ્ટ્રેશન ફી લેવાતી હતી અને કેટલીક યુનિવર્સિટીઓ ફી લેતી ન હતી અને કોલેજોને પોતાની રીતે બેઠકો ભરવા આપતી હતી. પરંતુ આ વર્ષે સરકારના GCAS પોર્ટલથી થયેલી સરાકરી યુનિવર્સિટીઓની ઓનલાઈન કોમન પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી, એમ. એસ. યુનિવર્સિટી, ભાવનગર, જુનાગઢ, મધ્ય ગુજરાત, કચ્છ, પાટણ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, GTU સહિતની રાજ્યની 15 સરાકરી યુનિવર્સિટીઓએ જોડાવવુ પડ્યુ હતું. GCAS પોર્ટલમાં 300 રૂપિયા રજિસ્ટ્રેશન ફી રાખવામાં આવી હતી. GCAS પોર્ટલના આંકડા મુજબ કુલ 9,46,150 ઉમેદવારો નોંધાયા છે, જેમણે 28 કરોડ 38 લાખ રૂપિયા ફી ભરી છે અને 2838 કોલેજોમાં 850 કોર્સીસમાં પ્રવેશ થયા છે.
ઓનલાઈન રજિસ્ટ્રેશન બાદ વિવિધ યુનિ.ઓ-કોલેજોમાં થયેલા ફાઈનલ પ્રવેશ એલોટમેન્ટના આંકડા મુજબ
- કુલ 4,50,904 બેઠકોમાં પ્રવેશ ફાળવાયો
- UG કોર્સીસમાં 3,41,9,737 વિદ્યાર્થીઓને પ્રવેશ
- PG કોર્સીસમાં 1,09,167 વિદ્યાર્થીઓને પ્રવેશ
- PHDમાં 7437 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું
પીએચડીમાં હજુ સીટ એલોટમેન્ટ બાકી છે. જે દિવાળી વેકેશન બાદ થશે.
સરકાર યુનિવર્સિટીઓને ફીનો કેટલો ભાગ ક્યારે આપશે એની કોઈ સ્પષ્ટતા નથી
મહત્ત્વનું છે કે GCAS પર દર્શાવાયેલા કુલ એપ્લિકેન્ટસની સંખ્યા મુજબ સરકારે 28.38 કરોડની આવક થઈ છે. હવે સરકાર એડમિશન એજન્સીના મહેનાતાણાંથી અન્ય ખર્ચા સહિત કેટલા રૂપિયા પોતાની પાસે રાખશે અને યુનિવર્સિટીઓને કુલ ફીની આવકમાંથી પ્રોરેટા મુજબ કેટલો હિસ્સો અપાશે તે પ્રશ્ન છે. યુનિવર્સિટીઓઓ રાહ જોઈને બેઠી છે પરંતુ ફીનો ભાગ ક્યારે અપાશે અને કેટલો અપાશે તેની પણ કોઈ સ્પષ્ટતા હજુ સરકારે કરી નથી.








