મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નર્મદા બંધના નવ દરવાજા ખોલવામાં આવ્યા, પ્રથમવાર સપાટી 134.45 મીટર પર પહોંચી

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમના નવ દરવાજા ખોલવામાં આવ્યા છે. નર્મદા ડેમની સપાટી આ સિઝનમાં પ્રથમવાર 134.45 મીટર પર

નર્મદા બંધના નવ દરવાજા ખોલવામાં આવ્યા, પ્રથમવાર સપાટી 134.45 મીટર પર પહોંચી

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમના નવ દરવાજા ખોલવામાં આવ્યા છે. નર્મદા ડેમની સપાટી આ સિઝનમાં પ્રથમવાર 134.45 મીટર પર પહોંચી છે. રિવરબેડ પાવર હાઉસમાંથી 43,332 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. નર્મદા ડેંમના પહેલા પાંચ દરવાજા ખોલવામાં આવ્યા બાદ પછીથી ચાર દરવાજા ખોલવામાં આવ્યા હતા.

નર્મદા ડેમના નવ દરવાજા ખોલવામાં આવ્યા

નર્મદા બંધમાં સતત પાણીની આવકના પગલે નર્મદા બંધના 5 દરવાજા ખોલી 1 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.જોકે આજે પાણીની આવકમાં ઘટાડો થયો છે. નર્મદા ડેમની જળ સપાટી સિઝનમાં પ્રથમવાર 134.45 મીટર પર  પહોંચી છે.ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમમાં 2,66,120 ક્યુસેક પાણીની આવક થઇ છે. નર્મદા ડેમમાં 3939 mcm લાઇવ સ્ટોરેજ પાણી છે.

નર્મદા ડેમ 82 ટકા ભરાયો છે.નર્મદા ડેમ માંથી કુલ 52,976 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. મહત્તમ સપાટી થી નર્મદા ડેમ હવે માત્ર 4 મીટર દૂર છે

આ સમાચાર શેર કરો