Bhavnagar: જેસીબી દ્વારા ખોદકામ દરમિયાન ગેસ લાઈન તૂટી, ફ્રુટની લારી અને કાપડના સ્ટોલમાં લાગી આગ
ભાવનગર શહેરના વ્યસ્ત ગણાતા લીલા સર્કલ વિસ્તારમાં આજે Gas lineજેસીબી દ્વારા ખોદકામ કરતી વખતે ગેસની પાઇપલાઇન તૂટી પ

ભાવનગર શહેરના વ્યસ્ત ગણાતા લીલા સર્કલ વિસ્તારમાં આજે Gas lineજેસીબી દ્વારા ખોદકામ કરતી વખતે ગેસની પાઇપલાઇન તૂટી પડતા અચાનક આગ ફાટી નીકળી હતી. સદનસીબે, બાજુમાં જ આવેલા પેટ્રોલ પંપના કર્મચારીઓએ સતર્કતા દાખવી આગ પર કાબૂ મેળવી લીધો હતો.
મળતી માહિતી અનુસાર, લીલા સર્કલ પાસે આવેલા પેટ્રોલ પંપની બિલકુલ બાજુમાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જેસીબી મશીન વડે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. આ કામગીરી દરમિયાન ગેસની પાઈપલાઈન તૂટી જતા આગ ફાટી નીકળી હતી. ગેસ લીકેજ થવાના કારણે બાજુમાં જ ઉભેલી ફ્રૂટની લારી અને કાપડના સ્ટોલમાં આગ લાગી હતી. આગને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પેટ્રોલ પંપની સાવ નજીક જ આગ લાગી હોવાથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, પરંતુ ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ પેટ્રોલ પંપના કર્મચારીઓ અને સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા.




