મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: લસુંદ્રા ગામ નજીક કેમિકલ કંપનીમાં ગેસ લીકેજ થતાં દોડધામ, એક કિમી સુધી વર્તાઈ અસર

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લસુંદ્રા ગામ નજીક આવેલી એક ખાનગી કેમિકલ કંપનીમાં ગેસ લીક

તસવીર: GSTV, AI

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લસુંદ્રા ગામ નજીક આવેલી એક ખાનગી કેમિકલ કંપનીમાં ગેસ લીકેજની ઘટના સામે આવી છે. કંપનીમાં મુકાયેલા ડ્રમમાંથી કેમિકલ લીક થતાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા કંપની તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું અને લીકેજ કાબૂમાં લેવા કામગીરી શરૂ કરી હતી. આશરે એક કિલોમીટર સુધી તેની અસર જોવા મળી, જેના કારણે આસપાસના વિસ્તારમાં ચિંતા ફેલાઈ હતી. ભારે જહેમત બાદ લીકેજ પર કાબૂ મેળવાયો છે.

આ સમાચાર શેર કરો