સુરતમાં કચરાના ડમ્પરે વિદ્યાર્થિનીનો લીધો ભોગ, મોપેડ પરથી કોલેજ જતી વખતે ભેટ્યો કાળ
સુરતના અડાજણમાં આવેલા સ્ટાર બજાર ખાતે આજરોજ અકસ્માત સર્જાયો હતો. જેમાં મનપાની કચરા ડમ્પરે માઇક્રોબાયોલોજીની વિદ્યા

સુરતના અડાજણમાં આવેલા સ્ટાર બજાર ખાતે આજરોજ અકસ્માત સર્જાયો હતો. જેમાં મનપાની કચરા ડમ્પરે માઇક્રોબાયોલોજીની વિદ્યાર્થિનીને કચડી મારતા અરેરાટી મચી હતી. મોપેડ પર કોલેજથી ઘરે જતી વખતે વિદ્યાર્થિનીને રસ્તામાં કાળ ભેટી ગયો હતો. પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે એક કલાક સુધી વિદ્યાર્થીને એની લાશ રસ્તા ઉપર રઝળતી રહી હતી. અડાજણ પોલીસ એક કલાક સુધી સ્થળ પર ન આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
મેડિકલની વિદ્યાર્થિનીનું મોત
જહાંગીરપૂરા વિસ્તારમાં આવેલ ડાયમંડ નગરમાં 20 વર્ષીય શ્રેયા જિતેન્દ્ર સારંગ પરિવારમાં એક ભાઈ અને માતા સાથે રહેતી હતી. શ્રેયાના પિતાનું વર્ષ 2012માં હાર્ટએટેકથી મોત નિપજ્યું હતું. શ્રેયા અઠવાલાઇન્સ ખાતે સ્કેટ કોલેજની પાછળ શ્રી રામકૃષ્ણ મેડિકલ કોલેજમાં બાઈક્રો બાયોલોજીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. રોજ પોતાના મોપેડ પર કોલેજ જતી અને પરત આવતી હતી.આજરોજ શ્રેયા સવારે કોલેજ ગઈ હતી અને પોતાની મોપેડ પર કોલેજથી ઘરે જતી હતી. દરમિયાન અડાજણ વિસ્તારના સ્ટાર બજાર પાસે પૂરપાટ આવતી મનપાના કચરાના ડમ્પર ચાલકે શ્રેયાને અડફેટે લીધી હતી. જેથી અકસ્માતમાં મેડિકલ વિદ્યાર્થિનીનું ગંભીર ઇજાના કારણે ઘટના સ્થળે જ મોત થયું હતું. શ્રેયાનું અકાળે મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બનાવ અંગે અડાજણ પોલીસે આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ હાથ ધરી છે.
પરિવારના આક્ષેપ
પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, સુરત પાલિકાના ડમ્પર ચાલકે પોપટ ઝડપે ચડાવીને શ્રેયા ને અડફેટે લીધી હતી અને કચડી નાખી હતી. ત્યારબાદ ડમ્પર ચાલક ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો તો તેને લોકોએ પકડી પાડ્યો હતો. 108 એમ્બ્યુલન્સ પણ આવી હતી જોકે શ્રી આનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જેથી તેમણે પોલીસ આવે પછી જ મુદ્દે લઈ જવાની જણાવ્યું હતું. આગે અડાજણ પોલીસને જાણ કરવા છતાં એક કલાક પછી પોલીસ આવી હતી. જેના પગલે મૃતદે એક કલાક સુધી રસ્તા પર જ પડ્યો રહ્યો હતો. જેથી લોકોમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો. પાલિકાના ડમ્પર ચાલકે અકસ્માત કરતા તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.








