સુરતમાં પાલિકાની કચરો એકત્રિત કરતી ગાડીએ સર્જ્યો અકસ્માત, ચાલક નશાની હાલતમાં હોવાનો લોકોનો મત
સુરત મહાનગર પાલિકા સંચાલિત કચરો એકત્રિત કરતાં વાહનો દ્વારા છાસવારે અકસ્માત સર્જવામાં આવતાં હોય છે. ત્યારે કતારગા

સુરત મહાનગર પાલિકા સંચાલિત કચરો એકત્રિત કરતાં વાહનો દ્વારા છાસવારે અકસ્માત સર્જવામાં આવતાં હોય છે. ત્યારે કતારગામ વિસ્તારમાં ફરી એક કચરા ગાડીએ અકસ્માત સર્જતા એક યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. કતારગામ અંકુર સ્કૂલ પાસેથી પસાર થઈ રહેલા મોપેડને કચરા ગાડીએ ટ્કકર માર હતી. જેથી યુવકને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો હતો.
108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડાયો
કતારગામ અંકુર સ્કૂલ પાસે એક્ટિવા પર જઈ રહેલા આધેડ ને ટક્કર મારતાં ઇજા પહોંચી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કચરા ગાડીનો ડ્રાઈવર નશાની હાલતમાં હતો. કચરા ગાડીના ચાલકે અકસ્માત સર્જતા ઇજાગ્રસ્ત યુવકને 108 એમ્બ્યુલન્સમા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
સ્થાનિકોએ ઉઠાવ્યા સવાલ
અકસ્માત બાદ સ્થાનિક લોકોએ કચરા ગાડીના ચાલકને ઝડપી પાડ્યો હતો. બાદમાં થોડો મેથિપાક આપીને કતારગામ પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે ચાલક વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક લોકોના આક્ષેપો પ્રમાણે નશાની હાલતમાં કચરા ગાડીના ચાલકો બેફામ બનીને છાસવારે અકસ્માત સર્જી રહ્યા છે. ત્યારે આના માટે જવાબદાર કોણ. ?








