મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં દેવું ઉતારવા ગેરેજ ચલાવનારે કરી લક્ઝુરિયસ ચોરી, BMW સ્પોર્ટસ બાઈક લઈ જનાર આ રીતે ઝડપાયો

ચોર ચોરી કરીને જતો રહે પરંતુ તેના પગલાંને આધારે તે ગમે તેટલો સ્માર્ટ હોય ઝડપાય જતો હો

સુરતમાં દેવું ઉતારવા ગેરેજ ચલાવનારે કરી લક્ઝુરિયસ ચોરી, BMW સ્પોર્ટસ બાઈક લઈ જનાર આ રીતે ઝડપાયો

ચોર ચોરી કરીને જતો રહે પરંતુ તેના પગલાંને આધારે તે ગમે તેટલો સ્માર્ટ હોય ઝડપાય જતો હોય છે. ત્યારે સુરતમાં અઢી લાખ રૂપિયાનું દેવું થઈ જતાં ગેરેજ ચલાવનારે બીએમડબ્લ્યુ કંપનીની સ્પોર્ટસ બાઈકની ચોરી કરી હતી. જો કે, આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. આરોપીએ દેવું વધી જતાં ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.

ફોર વ્હિલનું ગેરેજ ચલાવે છે

પુણાગામ વિસ્તારમાં રાજેશ ઉર્ફે રાજુ હડિયા ફોર વ્હિલનું ગેરેજ ચલાવે છે. મૂળ અમરેલીના રહેવાસી રાજેશે BMW કંપનીની સ્પોટ બાઈક ચોરી હતી. પોલીસે રાજેશની ધરપકડ કરી બાઈક પણ કબજે કરી છે. આરોપીની પૂછપરછ દરમિયાન તેણે કહ્યું કે, પુણા-કેનાલ રોડ પર રાધે મોટર્સના નામથી ભાડેથી તે ફોર વ્હિલર ગેરેજ ચલાવે છે.

ગ્રાહકને શોધતા ઝડપાયો

આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું કે, તેને ગેરેજના ધંધામાં નુકસાન થયું હતું. ધંધો બરાબર ન ચાલતાં તેની ઉપર અઢી લાખ રૂપિયાનું દેવુ થઈ એવું હતું. જેથી તેણે મોટરસાયકલ ચોરી હતી. આ બાઈકને વેચીને તે દેવું પૂરું કરવાનું નક્કી કર્યું હતું. 17 ઓક્ટોબરના રોજ તેણે ગોડાદરા નાયરા પેટ્રોલ પંપની નજીક આવેલા સંસ્કૃતિ એસી માર્કેટની પાર્કિંગમાંથી BMW કંપનીની મોટરસાયકલની ચોરી કરી હતી. આ મોટરસાયકલ વેચવા માટે ગ્રાહક શોધતો હતો. તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી લીધી હતી.

આ સમાચાર શેર કરો