મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: અજમેર ગામની વાડીમાંથી કપાસની આડમાં ગાંજાનું વાવેતર પકડાયું

રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં સુરેન્દ્રનગર, દાહોદ બાદ હવે રાજકોટમાંથી ગાંજાની ખેતી ઝડપાઈ છે. વીંછિયાના અજમેર ગામની વાડીમા

રાજકોટ: અજમેર ગામની વાડીમાંથી કપાસની આડમાં ગાંજાનું વાવેતર પકડાયું

રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં સુરેન્દ્રનગર, દાહોદ બાદ હવે રાજકોટમાંથી ગાંજાની ખેતી ઝડપાઈ છે. વીંછિયાના અજમેર ગામની વાડીમાંથી એસઓજીની ટીમે ગાંજો ઝડપી પાડ્યો છે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટના વીંછિયા તાલુકાના અજમેર ગામની વાડીમાં કપાસની આડમાં ગાંજાની ખેતી થતી હોવાની બાતમી મળી હતી. આ બાતમીની આધારે ખેતરમાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન 75 કિલો ગાંજાના છોડ ઝડપી પાડ્યા છે. આ ઉપરાંત ગાંજાનું વાવેતર કરનાર ખેડૂતની પણ ધરપકડ કરીને ગ્રામ્ય એસઓજીએ પોલીસને સોંપ્યો છે.

આ પણ વાંચો: VIDEO: દાહોદની હાઈટેક પોલીસે ડ્રોનની મદદથી ઝડપ્યું ગાંજાનું વાવેતર

 

દાહોદ એસઓજીએ 16 નવેમ્બરે નશાનું વાવેતર ઝડપ્યું

દાહોદ એસઓજીએ 16 નવેમ્બરે ડ્રોનની મદદથી નશાનું વાવેતર ઝડપી પાડ્યું હતું. એસઓજીની ટીમે ગાંજાના 493 છોડ ઝડપી પાડ્યા હતા. કુલ 16 લાખ 91 હજારનો મુદ્દામાલ સાથે મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

દાહોદ એસઓજી પોલીસને મળેલ બાતમીના આધારે દેવગઢ બારીઆ તાલુકા વિસ્તારમાં ડ્રોન કેમેરાની મદદથી ખેતરોમાં તપાસ કરી રહી હતી ત્યારે ગુણા ગામે ગુણિયા ફળિયામાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર ડ્રોન કેમેરામાં નજરે પડ્યું હતું. ડ્રોન કેમેરાના માધ્યમથી માહિતી મળતાની સાથે જ દાહોદ એસઓજી પોલીસે ખેતરોની તપાસ હાથ ધરી હતી અને ખેતરમાંથી પોલીસે ગેરકાયદેસર અલગ અલગ ખેતરોમાંથી ગાંજાના છોડ ઝડપી પાડ્યા હતા. 

12 નવેમ્બરે જાનીવડલાની ગામમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું 

અગાઉ 12 નવેમ્બરે ચોટીલાના જાનીવડલાની ગામની સીમમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું હતું. સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસે દરોડા પાડી 36 કિલો ગાંજો જપ્ત કર્યો છે. ખેડૂત સામે NDPS એકટ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના જાનીવડલા ગામની સીમમાં ગોવિંદભાઈ રોજાસરા દ્વારા કપાસની આડમાં ગાંજાનું વાવેતર કરવામાં આવતું હોવાની પોલીસને બાતમી મળી હતી.

આ સમાચાર શેર કરો