Banaskantha news: ગેનીબેન ઠાકોરે દારૂના દૂષણને જડમૂળથી ઉખેડવા માટે સાંસદો, મંત્રીઓ અને ધારાસભ્યોને લખ્યો ખુલ્લો પત્ર
બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે દારૂના દૂષણને જડમૂળથી ઉ

બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે દારૂના દૂષણને જડમૂળથી ઉખેડવા માટે ઠાકોર અને કોળી પટેલ સમાજના તમામ ધારાસભ્યો, મંત્રીઓ અને સાંસદોને પત્ર લખીને એક મોટી ઝુંબેશની હાકલ કરી છે. તેમણે પત્રમાં ગંભીર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે દારૂ કોઈ સમાજની ઓળખ નથી, પરંતુ તે સમાજના પાયાને ખોખલો કરી આર્થિક કંગાળપણું અને સામાજિક અપમાન તરફ ધકેલે છે.
મારું ગામ દારૂમુક્ત, મારો સમાજ દારૂમુક્ત" ના સૂત્ર સાથે ગેનીબેને આહવાન કર્યું
"મારું ગામ દારૂમુક્ત, મારો સમાજ દારૂમુક્ત" ના સૂત્ર સાથે ગેનીબેને આહવાન કર્યું છે કે હવે માતા-બહેનોના સપનાઓને આંસુમાં ઓગળતા બચાવવાનો અને યુવા પ્રતિભાઓને નશાના અંધકારમાંથી બહાર કાઢવાનો સમય આવી ગયો છે. તેમણે સૌને એકજૂથ થઈ નશો છોડી, પરિવારને બચાવવા અને બાળકોને શિક્ષણ આપવાની પ્રતિજ્ઞા લેવા અપીલ કરી છે.



