મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં રિક્ષામાં પેસેન્જરને બેસાડીને ચોરી કરતી ગેંગ ઝડપાઈ, અઠવાડિયામાં નોંધાયેલા આટલા ગુનાનો ભેદ ઉકેલાયો

સુરતમાં રિક્ષામાં પેસેન્જરને બેસાડીને સિફ્તપૂર્વક ચોરી કરતી ગેંગે તરખાટ મચાવ્યો હતો. કાપોદ્રા પોલીસ સ્ટેશ

સુરતમાં રિક્ષામાં પેસેન્જરને બેસાડીને ચોરી કરતી ગેંગ ઝડપાઈ, અઠવાડિયામાં નોંધાયેલા આટલા ગુનાનો ભેદ ઉકેલાયો

સુરતમાં રિક્ષામાં પેસેન્જરને બેસાડીને સિફ્તપૂર્વક ચોરી કરતી ગેંગે તરખાટ મચાવ્યો હતો. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદ નોંધાઈ હતી. જેથી પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતાં. આ દરમિયાન રિક્ષામાં પેસેન્જરને બેસાડી ચોરી કરનારી ટોળકીના 3 ઝડપાયા હતાં. તેની પાસેથી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી લેવામાં આવ્યો હતો. જેથી શહેરમાં અઠવાડિયા દરમિયાન ચોરી કરવાના 5 ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે.

એકલદોકલ પેસેન્જરને નિશાને લેતા

કાપોદ્રામાં રિક્ષામાં પેસેન્જરને બેસાડી કિંમતી વસ્તુની ચોરી કરતી ગેંગ ઝડપાઇ છે. રેલવે સ્ટેશનથી એકલ દોકલ પેસેન્જરને રિક્ષામાં બેસાડતા હતા. રિક્ષા આગળ ગયા બાદ ચોરી કરી અધવચ્ચે જ પેસેન્જરને ઉતારી દેતા હતાં. પેસેન્જરને માલુમ પડે કે ચોરી થઈ ત્યારે રિક્ષા હંકારી મુકતા હતાં. કાપોદ્રા પોલીસે બાતમીના આધારે રિક્ષા સાથે ત્રણ ઈસમની ધરપકડ કરી છે.

અગાઉ પણ ચોરીના ગુનામાં આરોપી ઝડપાયેલા

પોલીસે કહ્યું કે, આરોપીઓ પકડાઈ જતાં અઠવાડિયામાં 5 ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનના નોંધાયેલા ત્રણ ચાર દિવસમાં 2 બે ફરિયાદ નોંધાઈ હતી. પાકિટ સહિતની વસ્તુઓની ચોરી કરતાં હતાં. જેની તપાસ કરતાં ટોળકી પાસેથી બે ગુના ડિટેક્ટ કરાયા હતાં. સિનિયર સિટીઝનના પણ પૈસા ચોરી લેવાતા હતાં. આરોપીઓ પાસેથી 30 હજાર રૂપિયા રોકડા તથા મોબાઈલ અને રિક્ષા સહિતનો સામાન ચોરી કરતાં હતાં. આરોપીઓ ભેસ્તાન આવાસમાં રહીને અગાઉ પણ ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂકયાં છે.

આ સમાચાર શેર કરો