મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: સાયબર ફ્રોડના નાણાંનો ગેરકાયદે વહીવટ કરતી ગેંગ ઝડપાઈ, 7 શખ્સોને LCBએ દબોચ્યા

અમદાવાદમાંથી સાયબર ફ્રોડના નાણાંનો વહીવટ કરતી ગેંગ ઝડપાઈ છે. શહેરની ઝોન 7 LCBએ ઠગ ટોળક

અમદાવાદ: સાયબર ફ્રોડના નાણાંનો ગેરકાયદે વહીવટ કરતી ગેંગ ઝડપાઈ, 7 શખ્સોને LCBએ દબોચ્યા

અમદાવાદમાંથી સાયબર ફ્રોડના નાણાંનો વહીવટ કરતી ગેંગ ઝડપાઈ છે. શહેરની  ઝોન 7 LCBએ ઠગ ટોળકીના સાગરીતોની ધરપકડ કરી છે. મળતા અહેવાલ પ્રમાણે આ આરોપીઓએ નાણાં ટ્રાન્સફર કરવા માટે બોગસ પેઢી ઉભી કરી હતી. 

છેલ્લા ઘણા સમયથી આ પેઢી દ્વારા નાણાંનો વ્યવહાર કરતા

આરોપીઓ છેલ્લા ઘણા સમયથી આ પેઢી દ્વારા નાણાંનો વ્યવહાર કરતા હતા. આરોપીઓ તમામ વહિવટની ગંધ ના આવે તેવી વ્યવસ્થા ગોઠવી હતી.

લોકોના એકાઉન્ટ દ્વારા પૈસા ટ્રાન્સફર કરતા 

જેમાં  આ શખ્સો સામાન્ય લોકોના એકાઉન્ટનો ઉપયોગ કરીને ઠગાઈના નાણાં ટ્રાન્સફર કરી નાખતાં હતા. આરોપીઓની જ્યારે તપાસ આદરવામાં આવી ત્યારે તેમની પાસેથી  પ્રી એક્ટિવ સીમકાર્ડ પણ મળી આવ્યા હતા. ઝોન-7 LCBએ આ મામલે બે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ આદરી છે. 

આ સમાચાર શેર કરો