આશરે 60 લાખનું GST કૌભાંડ આચરનાર ગેંગની થઈ ધરપકડ
રાજકોટ EOW બ્રાન્ચે GST કૌભાંડ આચરતા પાંચ શખ્સોને ઝડપી પાડ્યા છે. રાજકોટની પરમાર એન્ટરપ્રાઇઝ &nbs

રાજકોટ EOW બ્રાન્ચે GST કૌભાંડ આચરતા પાંચ શખ્સોને ઝડપી પાડ્યા છે. રાજકોટની પરમાર એન્ટરપ્રાઇઝ નામની ડમી પેઢી બનાવીને જુદી જુદી 14 પેઢીઓ સાથે બોગસ વ્યવહારો કરી આશરે રૂપિયા 60 લાખનું કૌભાંડ આચર્યું છે. મહેસાણા, જૂનાગઢ, ગાંધીનગર, રાજકોટ, ગીર સોમનાથ, જામનગર સહિતના શહેરોની પેઢીઓ સાથે બેનામી વ્યવહારો કરતા હતા. અંતે પીઆઇ એસ .એમ .જાડેજા અને ટીમ દ્વારા આ કૌભાંડના આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
રાજકોટની પરમાર એન્ટરપ્રાઇઝ નામની ડમી પેઢી બનાવીને આશરે 60 લાખનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. પરમાર એન્ટરપ્રાઇઝ નામની પેઢીએ જુદી જુદી 14 પેઢીઓ સાથે બોગસ વ્યવહારો કર્યા હતા.
આ પણ વાંચો : બેંક સાથે 1,400 કરોડની છેતરપિંડી, ક્વાલિટી ડેરી કંપનીના 12 સ્થાનો પર ઈડીની રેડ
રાજકોટના ભગવતીપરામાં બનાવટી ભાડાકરાર બનાવીને પરમાર એન્ટરપ્રાઈઝ નામની પેેઢી ખોલી જીએસટી ઓફિસમાં બોગસ બીલીંગ રજૂ કરીને આ 14 પેઢી સાથે ખોટા આર્થિક વ્યવહારો બતાવી સરકાર સાથે રૂ. 61.38 લાખની છેતરપીંડી કરી હતી.
આ મામલે ક્રાઈમ બ્રાંચના આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે તપાસ કરી પરમાર એન્ટરપ્રાઈઝ નામની પેઢીના સંચાલક સહિતના તમામ સામે કાર્યવાહી કરી છે.








