મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ગણેશ આયોજકો અને મંડપવાળા વચ્ચે બબાલ, બાકી ઉઘરાણી બાબતે થઈ ઉગ્ર બોલાચાલી 

સુરતમાં દર વર્ષે શાંતિપૂર્ણ રીતે યોજાતા ગણેશોત્સવમાં આ વખતે બબાલ અને ધમાલ જોવા

સુરતમાં ગણેશ આયોજકો અને મંડપવાળા વચ્ચે બબાલ, બાકી ઉઘરાણી બાબતે થઈ ઉગ્ર બોલાચાલી 

સુરતમાં દર વર્ષે શાંતિપૂર્ણ રીતે યોજાતા ગણેશોત્સવમાં આ વખતે બબાલ અને ધમાલ જોવા મળી રહી છે. ત્યારે અડાજણ વિસ્તારમાં ગણેશ પંડાલને લઈને બોલાચાલી થઈ હતી. ગણેશોત્સવમાં ઉભા કરવામાં આવેલા પંડાલ અને લાઈટિંગના પેમેન્ટને લઈને ઝઘડો થયો હતો.

પોલીસ બોલાવવી પડી

અડાજણમાં ગણેશ આયોજકો અને મંડપવાળા વચ્ચે બબાલ થઈ હતી. બાકી પેમેન્ટની ઉઘરાણી બાબતે બોલાચાલી થઇ હતી. બોલાચાલીમાંથી ઝઘડો ઉગ્ર થતાં પોલીસ બોલાવવાની નોબત આવી હતી. જેથી અડાજણ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બાદમાં મધ્યસ્થીથી મામલો થાળે પડ્યો હતો.

રૂપિયા ન મળતાં ડેકોરેશન હટાવાયું

અડાજણ વિઘ્નેશ્વર ગ્રુપના આયોજકો અને લાઈટિંગ-મંડપવાળા વચ્ચે ઝઘડો થયો હતો. રૂપિયા ન આપતાં મંડપ ખોલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગણપતિની મૂર્તિ આસપાસ ડેકોરેશન માટે કરવામાં આવેલા ટેબલ સહિતનો સામાન ઉઠાવી લેવામાં આવ્યો હતો. 

આ સમાચાર શેર કરો