Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Will Congress make a comeback or will BJP's dominance continue?, A battle for survival for you

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ: શું કોંગ્રેસ કમબેક કરશે કે ભાજપનું વર્ચસ્વ યથાવત રહેશે?, આપ માટે અસ્તિત્વનો જંગ!

Timeછેલ્લું અપડેટ : 28 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ: શું કોંગ્રેસ કમબેક કરશે કે ભાજપનું વર્ચસ્વ યથાવત રહેશે?, આપ માટે અસ્તિત્વનો જંગ!
સોર્સ : gstv

ચૂંટણીના મેદાનમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો છે. ઉમેદવારોની સંખ્યા પર નજર કરીએ તો ભાજપે આ ચૂંટણીમાં સૌથી વધુ 9 હજાર 296 ઉમેદવારોને ચૂંટણી મેદાને ઉતાર્યા છે.કોંગ્રેસના 8 હજાર 443 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. તો આમ આદમી પાર્ટીના 5 હજાર 261 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. મતદાન  શરૂ થતા પહેલા જ ૭૩૩ બેઠક બિન હરીફ જાહેર થઈ ચૂકી છે. જેમાં ભાજપે ૭1૦થી વધુ બેઠકો અગાઉ જ જીતી લીધી છે. મનપામાં 43 બેઠક જ્યારે નગરપાલિકામાં 386 બેઠક બિન હરીફ જાહેર થઈ છે. જિલ્લા પંચાયતમાં 52 જ્યારે તાલુકા પંચાયતમાં 252 બેઠક બિન હરીફ જાહેર થઈ છે.

App Store

 26 એપ્રિલે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ હવે સૌની નજર પરિણામો પર

ગુજરાતમાં 26 એપ્રિલે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ હવે સૌની નજર પરિણામો પર ટકેલી છે. રાજ્યભરમાં કુલ 9,292 બેઠકો માટે મતદાન યોજાયું હતું, જેમાં 25,579 ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી. 4 કરોડ 18 લાખથી વધુ મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. હવે મતગણતરી સાથે કોણ જીતશે અને કોના હાથમાં સત્તા આવશે તેની ઉત્સુકતા વધી છે.

મતદાનની ટકાવારી

 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે યોજાયેલી ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે. ગુજરાતમાં 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન યોજાયું હતું. જેમાં 49.02 ટકા મતદાન થયું હતું. નગરપાલિકાની ચૂંટણીમાં 59.50 ટકા મતદાન થયું હતું. જ્યારે જિલ્લા પંચાયતમાં 61.83 ટકા મતદાન થયું હતું. તાલુકા પંચાયતમાં 62.38 ટકા મતદાન નોંધાયું હતું. 

 2015 અને 2021માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હતી કાંટાની ટક્કર

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 2015ના પરિણામ પર નજર કરીએ તો 2015માં નગરપાલિકામાં ભાજપે 55 બેઠક જીતી હતી.કોંગ્રેસના ફાળે 16 બેઠક આવી હતી તો અન્ય પક્ષોને 10 બેઠક મળી હતી. 2015માં જિલ્લા પંચાયતમાં ભાજપને 8 બેઠક જ્યારે કોંગ્રેસને 23 બેઠક મળી હતી. તાલુકા પંચાયતમાં ભાજપને 91 જ્યારે કોંગ્રેસને 140 બેઠકો મળી હતી. 2021ના પરિણામની વાત કરીએ તો 2021માં નગરપાલિકામાં ભાજપને 71 બેઠક મળી હતી.કોંગ્રેસને 3 જ્યારે અન્ય પક્ષોને પણ 3 બેઠક મળી હતી. 2021માં જિલ્લા પંચાયતમાં ભાજપને 31 જ્યારે કોંગ્રેસને એકપણ બેઠક મળી ન હતી. 2021માં તાલુકા પંચાયતમાં ભાજપને 196 બેઠક મળી હતી. કોંગ્રેસના ફાળે 33 બેઠક જ્યારે અન્ય પક્ષોને 2 બેઠક મળી હતી.