Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Water crisis threatens Banaskantha! Groundwater reaches 168 meters in Deodar,

બનાસકાંઠામાં જળસંકટનો ખતરો! દિયોદરમાં 168 મીટરે પહોંચ્યું ભૂગર્ભજળ, ઉત્તર ગુજરાતમાં સ્થિતિ ગંભીર

Timeછેલ્લું અપડેટ : 28 Sept 2026
લાઇવ ટીવીGoogle News
બનાસકાંઠામાં જળસંકટનો ખતરો! દિયોદરમાં 168 મીટરે પહોંચ્યું ભૂગર્ભજળ, ઉત્તર ગુજરાતમાં સ્થિતિ ગંભીર
સોર્સ : gstv

ગુજરાતમાં ભૂગર્ભજળના સ્તરને લઈને ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. સરકારી અહેવાલના આંકડા મુજબ ઉત્તર ગુજરાતમાં ભૂગર્ભજળનું સ્તર સતત નીચે જઈ રહ્યું છે. બનાસકાંઠાના દિયોદર પંથકમાં તો જમીનથી 168 મીટરની ઊંડાઈએ પાણી મળી રહ્યું છે. મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ અને કચ્છ સહિતના વિસ્તારોમાં પણ ભૂગર્ભજળનું સ્તર ચિંતાજનક રીતે ઘટ્યું છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સ્થિતિ પ્રમાણમાં સારી જોવા મળી રહી છે.

App Store

દિયોદરમાં 168 મીટરે પાણી, ઉત્તર ગુજરાતમાં ચિંતા

રિપોર્ટના આંકડા દર્શાવે છે કે મહેસાણા, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ અને કચ્છમાં ભૂગર્ભજળનું સ્તર નોંધપાત્ર રીતે નીચે ગયું છે. ખાસ કરીને બનાસકાંઠાના દિયોદરમાં 168 મીટરની ઊંડાઈએ પાણી મળવું ચિંતાનો વિષય બન્યું છે. ભૂગર્ભજળ પર વધતું દબાણ આગામી સમયમાં પાણીની ઉપલબ્ધતા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.

દક્ષિણ ગુજરાતમાં માત્ર 1થી 6 મીટરે પાણી

ઉત્તર ગુજરાતની સરખામણીએ દક્ષિણ ગુજરાત અને કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં ભૂગર્ભજળની સ્થિતિ સારી છે. નવસારી, વલસાડ, દ્વારકા, આણંદ, જામનગર, પોરબંદર, ભરૂચ, ગીર સોમનાથ અને સુરત જેવા વિસ્તારોમાં આશરે 1થી 6 મીટરની ઊંડાઈએ પાણી ઉપલબ્ધ હોવાનું રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે.

રિચાર્જ કરતાં વધુ પાણી જમીનમાંથી ખેંચાઈ રહ્યું છે

ગુજરાતમાં દર વર્ષે કુદરતી તથા કૃત્રિમ રીતે અંદાજે 27.58 બિલિયન ક્યુબિક મીટર પાણી જમીનમાં રિચાર્જ થાય છે. તેની સામે લગભગ 25.58 બિલિયન ક્યુબિક મીટર ભૂગર્ભજળનો ઉપયોગ થાય છે. આ સ્થિતિમાં ભૂગર્ભજળના સંગ્રહ પર સતત દબાણ વધી રહ્યું છે અને અનેક વિસ્તારોમાં પાણીનું સ્તર નીચે સરકી રહ્યું છે.

યોજનાઓ છતાં જમીની સ્તરે અપેક્ષિત સુધારો નહીં

ભૂગર્ભજળનું સ્તર વધારવા અને પાણીની ગુણવત્તા સુધારવા માટે સરકાર દ્વારા ‘અટલ ભૂજલ યોજના’ અને ‘સુજલામ સુફલામ યોજના’ સહિતની યોજનાઓ અમલમાં છે. જોકે, અહેવાલમાં દર્શાવાયેલી સ્થિતિને જોતા ભૂગર્ભજળ સંરક્ષણના પ્રયાસો સામે અનેક સવાલો ઊભા થાય છે. અસરકારક અમલ અને સતત દેખરેખની જરૂરિયાત નિષ્ણાતો દ્વારા દર્શાવવામાં આવી રહી છે.

નબળા ચોમાસાથી આગામી સમયમાં મુશ્કેલી વધવાની આશંકા

ઉત્તર ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સ્થિતિ પણ કેટલાક વિસ્તારોમાં નબળી રહી છે. પરિણામે વરસાદી પાણીથી થતો ભૂગર્ભજળનો રિચાર્જ અસરગ્રસ્ત થવાની શક્યતા છે. બીજી તરફ ખેતી અને અન્ય ક્ષેત્રોમાં પાણીની માંગ યથાવત્ રહેતાં આગામી સમયમાં પાણીની સમસ્યા વધુ ગંભીર બની શકે છે.

રેઈન વોટર હાર્વેસ્ટિંગ પર ભાર મૂકવાની જરૂર

નિષ્ણાતોના મતે કૃષિ ક્ષેત્રમાં પાણીનો વધુ પડતો ઉપયોગ અને કેટલાક વિસ્તારોમાં ગેરકાયદે ભૂગર્ભજળ ઉપાડવાની પ્રવૃત્તિ સમસ્યાને વધુ ગંભીર બનાવે છે. વરસાદી પાણીને વધુ પ્રમાણમાં જમીનમાં ઉતારવા માટે રેઈન વોટર હાર્વેસ્ટિંગને પ્રોત્સાહન આપવું જરૂરી છે. ભૂગર્ભજળના ઉપયોગ પર નિયંત્રણ અને સંરક્ષણના અસરકારક પગલાં નહીં લેવાય તો ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી સમયમાં જળસંકટ વધુ ઘેરું બની શકે છે.

વર્ષ ૨૦૨૫ પ્રમાણે ગુજરાતમાં ભૂગર્ભજળની સ્થિતિ

વિસ્તાર PNG કેટલા મીટરે ભૂગર્ભજળનું સ્તર PNG

દિયોદર

૧૬૮.૨૯ મીટર

માણસા

૬૦.૨૩ મીટર

અંજાર

૫૬.૮૨ મીટર

ગાંધીનગર

૫૬.૨૩ મીટર

ભુજ

૫૫.૪૬ મીટર

ડીસા

૫૨.૩૪ મીટર

જોટાણા

૫૧.૮૧ મીટર

નખત્રાણા

૪૬.૫૨ મીટર

દહેગામ

૩૪.૨૬ મીટર

ભાભર

૩૨.૭૯ મીટર

વડગામ

૩૨.૦૨ મીટર

ઊંઝા

૩૧.૯૨ મીટર

વિજાપુર

૩૧.૮૨ મીટર

પાલનપુર

૩૦.૪૯ મીટર

ચાણસ્મા

૩૯.૬૦ મીટર

અમદાવાદ

૨૬.૧૨ મીટર