મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બનાસકાંઠામાં રાષ્ટ્રીય રમત દિવસે મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે ગિલ્લી-દંડા ટુર્નામેન્ટનો પ્રારંભ

બનાસકાંઠામાં રાષ્ટ્રીય રમત દિવસ અને મેજર ધ્યાનચંદની જન્મજય

તસવીર: gstv

બનાસકાંઠામાં રાષ્ટ્રીય રમત દિવસ અને મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે પરંપરાગત રમત ગિલ્લી-દંડા ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરાયું હતું. આ સ્પર્ધાનો પ્રારંભ વન અને પર્યાવરણ તથા વાહનવ્યવહાર રાજ્યમંત્રી પ્રવીણ માળીના હસ્તે કરવામાં આવ્યો હતો. પ્રવિણ માળીએ નવી પેઢીને રમતગમત પ્રત્યે પ્રોત્સાહિત કરતાં બનાસકાંઠાના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે અને ઓલિમ્પિક્સમાં મેડલ લાવે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ગિલ્લી-દંડા જેવી દેશી રમતોને ઉત્તેજન આપવાની સાથે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ મેળવનાર ખેલાડીઓનું સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, રમતવીરો અને વાલીઓ ઉત્સાહભેર જોડાયા હતા.

આ સમાચાર શેર કરો