મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બનાસકાંઠામાં મેઘરાજાની જમાવટ, પાલનપુર-અંબાજી હાઈવે પાણી-પાણી

બનાસકાંઠામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. પાલનપુરમાં

તસવીર: gstv

બનાસકાંઠામાં  લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી.  પાલનપુરમાં દોઢ ઈંચ વરસાદ થતા પાલનપુર-અંબાજી હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા.  જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાતા વાહનચાલકો પરેશાન હતા. જ્યારે  વડગામ પંથકમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ થતા ખેડૂતમાં આનંદો છે. એક તરફ પાલનપુર શહેર અને હાઈવે પર પાણી નિકાલની ખરાબ વ્યવસ્થાના કારણે હાલાકી જોવા મળી. તો ગ્રામ્ય વિસ્તારોમાં આ વરસાદ ખરીફ વાવેતર માટે કાચા સોના સમાન સાબિત થશે. દાંતીવાડા પંથકમાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી 2 ઈંચથી વરસાદ પડ્યો હતો.

આ સમાચાર શેર કરો