Rain Forecast, Gujarat : રાજ્યમાં આગામી 6 દિવસ ધોધમાર વરસાદની આગાહી, ગુરુવારે આ જિલ્લાઓમાં વરસાદ બોલાવશે ધડબડાટી

Rain Forecast, Gujarat : ગુજરાતના મોટાભાગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે. જેમા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તરોમાં વરસાદનું સૌથી વધુ જોર જોવા મળી રહ્યું છે. આજે (20 ઓગસ્ટ) સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. હવામાન વિભાગે આગામી 26 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં 21 ઓગસ્ટના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યંત ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યુ છે.
આવતીકાલે 31 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ મુજબ, આવતીકાલે ગુરુવારે (21 ઓગસ્ટ) કચ્છ, પાટણ, બનાસકાંઠા, મોરબી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે.
જ્યારે સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે.
22 ઓગસ્ટની આગાહી
22 ઓગસ્ટના રોજ કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે.
23 ઓગસ્ટની આગાહી
23 ઓગસ્ટે 15 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, દાહોદ, બોટાદ, ભાવનગર, અમરેલી, નવસારી અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે.
24 થી 26 ઓગસ્ટની આગાહી
24થી 26 ઓગસ્ટ સુધી રાજ્યમાં અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યુ છે.

