Junagadh news: જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશ સાવલિયા જેલ હવાલે

Junagadh news: જૂનાગઢ જિલ્લાના વિસાવદર કોર્ટની તારીખમાં હાજર ન રહેતા આખરે આમ આદમી પાર્ટીના પ્રમુખને જેલ જવાબની નોબત આવી છે.જૂનાગઢ જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા ભદ્રેશ બાબરિયા અને જૈવિન પાનસુરિયાને કોર્ટે જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો હતો. વર્ષ-2024માં લોકસભાની ચૂંટણીમાં આ ત્રણેય આરોપી સામે ગુનો નોંધાયો હતો. જે દરમ્યાન વિસાવદરની કોર્ટમાં કેસ ચાલતો હતો. પરંતુ આરોપીઓ કોર્ટમાં હાજર ન રહેતા આખરે કોર્ટે ધરપકડ વોરન્ટ કાઢયું હતું.
મળતી માહિતી અનુસાર, જૂનાગઢ જિલ્લામાં વર્ષ-2024માં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી હતી ત્યારે સાંસદ રાજેશ ચુડાસમાનું બેનર ઉતારી લેવા અંગે ભાજપના ઉદય મહેતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે અંગે વિસાવદરની કોર્ટમાં કેસ ચાલતો હતો. તે દરમિયાન તારીખમાં હાજર ન રહેતા આખરે કોર્ટે ધરપકડ વોરન્ટ કાઢયું હતું. જેથી વિસાવદરની કોર્ટમાં જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશ સાવલિયા હાજર થતા કોર્ટ જેલ વોરન્ટ ભર્યું હતું. જે બાદ વિસાવદર પોલીસે ત્રણ આરોપીને લઈ જૂનાગઢ જિલ્લા જેલમાં ખસેડયા હતા.

