Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નર્મદા : Heavy rains in the upper reaches led to a sudden increase in the water level of Sardar Sarovar Dam, reaching 131.02 meters

Narmada news: ઉપરવાસમાં ભારે વરસાદથી સરદાર સરોવર ડેમની જળસપાટીમાં એકાએક વધારો, 131.02 મીટરે સપાટી પહોંચી

Timeછેલ્લું અપડેટ : 17 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Narmada news: ઉપરવાસમાં ભારે વરસાદથી સરદાર સરોવર ડેમની જળસપાટીમાં એકાએક વધારો, 131.02 મીટરે સપાટી પહોંચી
સોર્સ : GSTV

Narmada news: ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. ડેમમાં નવા નીરની આવક થતાં, તેની સપાટી ફરી એકવાર 131.02 મીટરે પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 1.27 મીટરનો વધારો નોંધાયો છે.

App Store

1.23 લાખ ક્યુસેક પાણીની આવક
ઉપરવાસમાં ભારે વરસાદ થવાથી નર્મદા ડેમમાં હાલ 1,23,686 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આ પાણીની આવકના કારણે ડેમની જળ સપાટી ઝડપથી વધી રહી છે. ઉલ્લેખનીય છે કે, ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.

55,969 ક્યુસેક પાણીની જાવક
વધેલી પાણીની આવકને કારણે RBPH અને CHPHના પાવરહાઉસ ફરીથી ચાલુ કરવામાં આવ્યા છે. આ પાવરહાઉસ મારફતે વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. હાલમાં, નર્મદા નદીમાં કુલ 55,969 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે.
 
જળસપાટીમાં વધારો થતા 31 જુલાઈથી 14 દિવસ માટે નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા જેથી વધારાનું પાણી નદીમાં છોડી શકાય. ડેમની સપાટી જાળવી રાખવા અને સિંચાઈ તેમજ અન્ય જરૂરિયાતો માટે પાણીનો સંગ્રહ કરવા માટે આ પગલાં લેવામાં આવ્યા હતા. ડેમમાં નવા નીરની આવક થવાથી આગામી દિવસોમાં પણ જળ સપાટીમાં વધારો થવાની શક્યતા છે.