GST અંગે મોટા સમાચાર, 20 ઓગસ્ટે જીઓએમની બેઠકમાં મોટા નિર્ણયો થઇ શકે છે, શું જનતાને મોટી રાહત મળશે?

GST: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) પર 20-21 ઓગસ્ટે મોટા મહત્ત્વના નિર્ણયો આવી શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ વિવિધ રાજ્યોના મંત્રીઓના જૂથની બેઠકને સંબોધિત કરવાના છે. આ બેઠકમાં જીએસટીના નિયમો પર ચર્ચા કરવામાં આવશે. જીએસટી દરોમાં થઈ શકે છે અને સામાન્ય જનતાને રાહત મળી શકે છે.
કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલ પ્રસ્તાવ
કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી સુધારો કરવા માટે રચાયેલા મંત્રીઓના જૂથે 5 અને 18%ના દરે અને કેટલીક વસ્તુઓ પર 40% નો ખાસ દર લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ સાથે, પ્રસ્તાવમાં 12% અને 28%ના વર્તમાન દરોને દૂર કરવાની પણ વાત કરવામાં આવી છે. આ પ્રસ્તાવ 20 અને 21 ઓગસ્ટના રોજ રાજ્ય મંત્રી સ્તરની સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે.
જીએસટી દરોમાં સુધારા પ્રસ્તાવ
સરકાર દ્વારા જીએસટી દરોમાં સુધારાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. તેમાં કેન્દ્રીય મંત્રી જૂથનો કોઈ સભ્ય સામેલ નથી, પરંતુ નાણામંત્રી નિર્મલા સીતારમણ આ બેઠકમાં હાજરી આપશે અને નાણામંત્રીઓને સંબોધિત કરશે. આ બેઠકના સંયોજક બિહારના ઉપ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી છે. આ ઉપરાંત, અન્ય છ સભ્યોમાં કેરળના નાણામંત્રી કેએન બાલાગોપાલ, પશ્ચિમ બંગાળના નાણામંત્રી ચંદ્રિકા ભટ્ટાચાર્ય, રાજસ્થાનના આરોગ્યમંત્રી ગજેન્દ્ર સિંહ, કર્ણાટકના મહેસૂલ મંત્રી કૃષ્ણ બાયરે ગૌડાનો સમાવેશ થાય છે.
હાલના જીએસટીના દરો શું છે?
હાલમાં, જીએસટી 5,12,18 અને 28%ના દરે વસૂલવામાં આવે છે. આ ઉપરાંત, કેટલીક આવશ્યક અને ખાદ્ય ચીજવસ્તુઓ પર શૂન્ય 5% અને લક્ઝરી ચીજવસ્તુઓ પર 28% નો દર સ્લેબ છે. કેન્દ્ર સરકારનો આ પ્રસ્તાવ હવે ગ્રુપ ઓફ મીનિસ્ટર સમક્ષ મૂકવામાં આવશે, જે પછી, જો તે સ્વીકારવામાં આવશે, તો તેને આવતા મહિને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણામંત્રીઓ વચ્ચે નિર્મલા સીતારમણની બેઠકમાં રજૂ કરવામાં આવશે.
કેન્દ્ર સરકારે 12% સ્લેબમાં આવતી 99% વસ્તુઓને ૫% સ્લેબમાં લાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ઉપરાંત, હાલમાં 28% સ્લેબમાં આવતી 90 ટકા વસ્તુઓને 18% સ્લેબમાં મૂકવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

