Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Preparations for local election in the state, election officers appointed for municipalities

Gandhinagar news: રાજ્યમાં સ્થાનિક ચૂંટણીઓની તૈયારીઓ તેજ, પાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની કરાઈ નિમણૂક

Timeછેલ્લું અપડેટ : 30 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Gandhinagar news: રાજ્યમાં સ્થાનિક ચૂંટણીઓની તૈયારીઓ તેજ, પાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની કરાઈ નિમણૂક
સોર્સ : Google

 રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગુજરાતની વિવિધ નગરપાલિકાઓની આગામી સામાન્ય, મધ્યસત્ર અને પેટા ચૂંટણીઓ માટે તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. આયોગ દ્વારા તાજેતરમાં એક મહત્ત્વનો હુકમ બહાર પાડીને વિવિધ જિલ્લાઓની નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓ(RO) અને મદદનીશ ચૂંટણી અધિકારીઓની(ARO) નિમણૂક કરવામાં આવી છે.

App Store

ચૂંટણી અધિકારીઓની નિમણૂક

ગુજરાત નગરપાલિકા અધિનિયમ, 1963ની કલમ-6 (4) હેઠળ મળેલી સત્તાની રૂએ આ નિમણૂકો કરવામાં આવી છે. આ આદેશ મુજબ, અમદાવાદ, અમરેલી, આણંદ, કચ્છ અને ખેડા સહિત રાજ્યના અનેક જિલ્લાઓની નગરપાલિકાઓ માટે જવાબદાર અધિકારીઓની યાદી જાહેર કરવામાં આવી છે.

જિલ્લાવાર નિમણૂકોમાં બારેજા નગરપાલિકા(વોર્ડ 1 થી 6) માટે દસક્રોઇના નાયબ કલેક્ટરને ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરાયા છે. વિરમગામ અને ધોળકા નગરપાલિકા માટે પણ સંબંધિત નાયબ કલેક્ટરોને જવાબદારી સોંપાઈ છે.

અમરેલી શહેર(વોર્ડ 1 થી 11) માટે આંકડા અધિકારીને ચૂંટણી અધિકારી અને શહેર મામલતદારને મદદનીશ ચૂંટણી અધિકારી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત બાબરા, બગસરા, અને સાવરકુંડલા જેવી નગરપાલિકાઓ માટે પણ અધિકારીઓની વરણી થઈ છે. ઉમરેઠ, બોરસદ, પેટલાદ અને ખંભાત જેવી નગરપાલિકાઓમાં પ્રાંત અધિકારીઓ અને જિલ્લા પુરવઠા અધિકારીઓને ચૂંટણી પ્રક્રિયાની કમાન સોંપવામાં આવી છે.

ભુજ નગરપાલિકાના વિવિધ વોર્ડ માટે પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર (સ્ટેમ્પ ડ્યુટી)ને ચૂંટણી અધિકારી તરીકેની જવાબદારી સોંપાઈ છે. આ નિમણૂકો સાથે જ જે-તે વિસ્તારોમાં ચૂંટણીલક્ષી વહીવટી પ્રક્રિયાઓનો પ્રારંભ થશે. આયોગે આ તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી પોતાની જવાબદારીઓ સંભાળવા અને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી છે.