Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Gujarat news: 254 PSIs transferred with promotion before local body elections, Home Department takes special decision

Gujarat news: સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ 254 PSIને પ્રમોશન સાથે બદલી, ગૃહ વિભાગે લીધો ખાસ નિર્ણય

Timeછેલ્લું અપડેટ : 26 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Gujarat news: સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ 254 PSIને પ્રમોશન સાથે બદલી,  ગૃહ વિભાગે લીધો ખાસ નિર્ણય
સોર્સ : GSTV

 ગુજરાત રાજ્ય પોલીસ વિભાગમાં વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા 254 બિન-હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)ને પોલીસ ઇન્સ્પેક્ટર (PI) વર્ગ-2 ના સંવર્ગમાં બઢતી આપીને તેમના નવા નિમણૂક સ્થળોએ બદલીના હુકમો કરવામાં આવ્યા છે.

App Store

ગુજરાત પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ 254 PSIને પ્રમોશન સાથે બદલી 2 - image

ગુજરાત પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ 254 PSIને પ્રમોશન સાથે બદલી 3 - image

 

ગુજરાત પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ 254 PSIને પ્રમોશન સાથે બદલી 4 - image

ગુજરાત પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ 254 PSIને પ્રમોશન સાથે બદલી 5 - image

 

ગુજરાત પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ 254 PSIને પ્રમોશન સાથે બદલી 6 - image

 ગુજરાત પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ 254 PSIને પ્રમોશન સાથે બદલી 7 - image

 

ગુજરાત પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ 254 PSIને પ્રમોશન સાથે બદલી 8 - image

ગુજરાત પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ 254 PSIને પ્રમોશન સાથે બદલી 9 - image

 

ગુજરાત પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ 254 PSIને પ્રમોશન સાથે બદલી 10 - image

 

ગુજરાત પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ 254 PSIને પ્રમોશન સાથે બદલી 11 - image

પગાર ધોરણમાં વધારો અને હંગામી બઢતી

મળતી માહિતી અનુસાર, બઢતી પામેલા અધિકારીઓને પે-મેટ્રિક્સ લેવલ-7 (39,900 - 1,26,600 રૂપિયા) માંથી હવે લેવલ-8 (44,900 - 1,42,400 રૂપિયા) ના પગાર ધોરણમાં મૂકવામાં આવ્યા છે. આ બઢતીઓ હાલ તદ્દન હંગામી ધોરણે આપવામાં આવી છે અને તમામ અધિકારીઓને તેમના નામ સામે દર્શાવેલા કચેરી ખાતે તાત્કાલિક હાજર થવા સૂચના અપાઈ છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે પોલીસ બેડામાં ફેરફાર

રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્વે પોલીસ બેડામાં ધરખમ ફેરફારને અત્યંત મહત્ત્વનું માનવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યાનુસાર, માર્ચના અંત સુધીમાં હજુ પણ અંદાજે 600 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલી થાય તેવી પ્રબળ સંભાવના છે. ટૂંક સમયમાં DPC પ્રક્રિયા પૂર્ણ થયા બાદ PIથી DySP સ્તરના અધિકારીઓની બદલીના આદેશો પણ છૂટા થઈ શકે છે. વિધાનસભાનું સત્ર પૂર્ણ થતાની સાથે જ ગૃહ વિભાગે પોલીસ વિભાગમાં આ મોટા ફેરફારોને પ્રાથમિકતા આપી છે.