Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Major change in vehicle transfer and NOC rules, Aadhaar card link and verification now mandatory

વાહન ટ્રાન્સફર અને NOCના નિયમોમાં મોટો ફેરફાર, હવે આધાર કાર્ડ લિંક અને વેરિફિકેશન ફરજિયાત

Timeછેલ્લું અપડેટ : 20 Jul 2026
લાઇવ ટીવીGoogle News
વાહન ટ્રાન્સફર અને NOCના નિયમોમાં મોટો ફેરફાર, હવે આધાર કાર્ડ લિંક અને વેરિફિકેશન ફરજિયાત
સોર્સ : gstv

દેશભરમાં વાહન માલિકીની તબદીલી(ટ્રાન્સફર) અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ(NOC) મેળવવાની પ્રક્રિયામાં સુધારો કરવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થા અંતર્ગત હવે વાહનની માલિકી ફેરફાર અને અન્ય રાજ્યોમાં વાહન તબદીલ કરવાના કિસ્સામાં પરિવહન પોર્ટલ પર આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. ગુજરાત સહિત દેશભરમાં આ નિર્ણયનો અમલ ગત 15 જુલાઈ 2026થી કરી દેવામાં આવ્યો છે.

App Store

વાહન ધરાવતા તમામ નાગરિકોને વાહન રૅકોર્ડ અને આધાર કાર્ડના રૅકોર્ડમાં કોઈપણ પ્રકારની વિસંગતતા કે સમસ્યા સર્જાય નહીં તેવા હેતુથી આ બે સુધારા કરાયા છે. જેવા કે

  • આ પ્રક્રિયા અંતર્ગત દરેક અરજદારે પોતાના આધાર કાર્ડની વિગતો પરિવહન પોર્ટલ પર દાખલ કરવાની રહેશે. જો આધાર કાર્ડની વિગતો સંપૂર્ણ મેચ હશે તો જ વાહન માલિકી બદલવાની પ્રક્રિયા ઓનલાઇન માધ્યમથી પૂર્ણ થઈ શકશે.
  • આધાર કાર્ડ અને પરિવહન પોર્ટલની વિગતોમાં કોઈ તફાવત જણાશે તો અરજદારે પોતાના ડ્રાઇવિંગ લાયસન્સની વિગતો દાખલ કર્યા બાદ જ આ પ્રક્રિયા આગળ વધશે.

અનધિકૃત વાહન ટ્રાન્સફર જેવા ગુનાઓ અટકશે તેવો દાવો

આ ઉપરાંત જો આરસી બુક અને ડ્રાઇવિંગ લાયસન્સની વિગતોમાં પણ કોઈ વિસંગતતા હોય તો તેવા કિસ્સામાં અરજદારે જરૂરી આધાર-પુરાવા સાથે સંબંધિત આર.ટી.ઓ. કચેરીએ રૂબરૂ જઈને જ પ્રક્રિયા પૂર્ણ કરાવવાની રહેશે. આ નવી ઓનલાઇન આધાર વેરિફિકેશન પ્રક્રિયાથી વાહનોની તબદીલીમાં ઝડપ અને સરળતા આવશે. આ સાથે જ વાહન માલિકોની સુરક્ષા સુનિશ્ચિત થશે અને ભવિષ્યમાં થતી છેતરપિંડી કે અનધિકૃત વાહન ટ્રાન્સફર જેવા ગુનાઓ અટકાવી શકાશે તેવો દાવો સરકાર તરફથી કરવામાં આવ્યો છે.